GSEB Std 12 Physics MCQ 

Chapter 5 ચુંબકત્વ અને દ્રવ્ય

 in Gujarati Medium

 



GSEB Std 12 Physics MCQ Chapter 5 ચુંબકત્વ અને દ્રવ્ય in Gujarati

પ્રશ્ન 1.
એક ગજિયા ચુંબકના બે ટુકડા કરવામાં આવે, તો ……………………….
(A) બંને ટુકડા ચુંબકત્વ ગુમાવી દે છે.
(B) બંને ટુકડા સ્વતંત્ર ચુંબક તરીકે વર્તે છે.
(C) ચુંબકના બંને ધ્રુવો અલગ થઈ જાય છે.
(D) એક ટુકડો ચુંબક બને પણ બીજો નહીં.
જવાબ
(B) બંને ટુકડા સ્વતંત્ર ચુંબક તરીકે વર્તે છે.

પ્રશ્ન 2.
એક મોટા ચુંબકના બે ટુકડા કરવામાં આવે છે. આથી ટુકડાઓની લંબાઈનો ગુણોત્તર 2 : 1 છે, તો તેમના ધ્રુવના ધ્રુવમાનનો ગુણોત્તર …………………………
(A) 2 : 1
(B) 1 : 2
(C) 4 : 1
(D) 1 : 1
જવાબ
(D) 1 : 1
ધ્રુવના ધ્રુવમાનનું મૂલ્ય ચુંબકની લંબાઈ પર નહીં પણ તેના આડછેદના ક્ષેત્રફળ પર છે. અહીં, આડછેદ બદલાતું નથી તેથી ધ્રુવમાન સમાન રહે.

પ્રશ્ન 3.
ચુંબકીય ક્ષેત્રરેખાના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુ આગળના ચુંબકીય ક્ષેત્ર ……………………..
(A) નું મૂલ્ય આપે છે.
(B) ની દિશા આપે છે.
(C) નું મૂલ્ય અને દિશા આપે છે.
(D) આમાંથી એક પણ નહીં.
જવાબ
(B) ની દિશા આપે છે.

પ્રશ્ન 4.
એકમ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા દીઠ ચુંબકના ધ્રુવ પર લાગતું બળ એટલે …………………..
(A) ચુંબકીય બળ
(B) ચુંબકીય પ્રેરણ
(D) ચુંબકીય ફ્લક્સ
(C) ધ્રુવમાન
જવાબ
(C) ધ્રુવમાન
F = qmB માં B = 1 એકમ તો F = qm જ્યાં qm એ ધ્રુવમાન છે.

પ્રશ્ન 5.
0.8T ના ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકના કોઈ એક ધ્રુવ પર લાગતું બળ 0.08 N હોય, તો ધ્રુવનું વમાન ………………………….. હશે.
(A) 10 Am
(B) 0.1 Am
(C) 0.1 Am2
(D) 10Am2
જવાબ
(B) 0.1 Am
F = qmB
∴ qm = FB=0.080.8 = 0.1 Am


પ્રશ્ન 6.
ચુંબકીય ક્ષેત્રરેખાઓ એકબીજીને છેદતી નથી, કારણ કે ………………………..
(A) છેદનબિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રના બે મૂલ્યો મળે, જે શક્ય નથી.
(B) છેદનબિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની બે દિશાઓ મળે, જે શક્ય નથી.
(C) છેદનબિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રના બે મૂલ્યો અને બે દિશાઓ મળે, જે શક્ય નથી.
(D) આપેલ તમામ.
જવાબ
(B) છેદનબિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની બે દિશાઓ મળે, જે શક્ય નથી.

પ્રશ્ન 7.
ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એટલે …………………..
(A) એકમ કદ દીઠ ચુંબકીય ચાકમાત્રા.
(B) ચુંબકના એકમ ધ્રુવમાન દીઠ ઉદ્ભવતું ચુંબકીય બળ.
(C) એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા.
(D) એકમ કદ દીઠ ચુંબકીય ક્ષેત્રરેખાઓની સંખ્યા.
જવાબ
(B) ચુંબકના એકમ ધ્રુવમાન દીઠ ઉદ્ભવતું ચુંબકીય બળ.

પ્રશ્ન 8.
ચુંબકીય ક્ષેત્રરેખાઓ ………………….
(A) હંમેશાં એકબીજાને છેદે.
(B) હંમેશાં બંધગાળા રચે.
(C) ચુંબકથી દૂર ગીચોગીચ હોય.
(D) શૂન્યાવકાશમાંથી પસાર ન થઈ શકે.
જવાબ
(B) હંમેશાં બંધગાળા રચે.

પ્રશ્ન 9.
અણુઓ કે પરમાણુમાં ઇલેક્ટ્રૉન દ્વારા ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર તેની ……………………..
(A) સ્પિન ગતિને કારણે છે.
(B) કક્ષીય ગતિને કારણે છે.
(C) સ્પિન અને કક્ષીય એમ બંને ગતિને કારણે છે.
(D) આમાંથી એક પણ નહીં.
જવાબ
(C) સ્પિન અને કક્ષીય એમ બંને ગતિને કારણે છે.

પ્રશ્ન 10.
m જેટલી ચુંબકીય ચાકમાત્રા ધરાવતા ટૂંકા ગજિયા ચુંબકની વિષુવવૃત્ત પર 1 અંતરે આવેલાં બિંદુએ ચુંબકીય
ક્ષેત્રની તીવ્રતા B = ……………………… સૂત્રથી મળે છે.
(A) –μ0 m4πd3
(B) μ0 m4πd2
(C) μ0m4πd3
(D) μ0 m2πd3
જવાબ
(A) –μ0 m4πd3

પ્રશ્ન 11.
ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ વીજ પ્રવાહધારિત ગૂંચળું …………………….. તરીકે વર્તે છે.
(A) ચુંબકીય ધ્રુવ
(B) ચુંબકીય પદાર્થ
(C) ચુંબકીય ડાયપોલ
(D) આપેલાં તમામ
જવાબ
(C) ચુંબકીય ડાયપોલ


પ્રશ્ન 12.
ગજિયા ચુંબકની અંદર ચુંબકીય ક્ષેત્રરેખાઓ ………………..
(A) હાજર નથી હોતી.
(B) ચુંબકના આડછેદના ક્ષેત્રફળને સમાંતર હોય છે.
(C) N – ધ્રુવથી S – ધ્રુવ તરફ હોય છે.
(D) S – ધ્રુવથી N – ધ્રુવ તરફ હોય છે.
જવાબ
(D) S – ધ્રુવથી N – ધ્રુવ તરફ હોય છે.
ગજિયા ચુંબકની બહાર ચુંબકીય ક્ષેત્રરેખાઓ N – ધ્રુવથી S – ધ્રુવ તરફની હોય છે અને તે બંધગાળાઓ રચતી હોવાથી તેની અંદર આ ક્ષેત્રરેખાઓ S – ધ્રુવથી N – ધ્રુવ તરફની હોય છે.

પ્રશ્ન 13.
ચુંબકના ચુંબકત્વનો નાશ ……………………….. થાય છે.
(A) ચુંબકના અત્યંત નાના ટુકડાઓ કરવાથી
(B) ચુંબકને સામાન્ય ગરમ કરવાથી
(C) ચુંબકને ઠંડા પાણીમાં નાંખવાથી
(D) ચુંબકને યોગ્ય તીવ્રતાવાળું વિરુદ્ધ દિશાનું ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવાથી
જવાબ
(D) ચુંબકને યોગ્ય તીવ્રતાવાળું વિરુદ્ધ દિશાનું ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવાથી

પ્રશ્ન 14.
ચુંબકરહિત પદાર્થ એ છે કે જે ………………………….
(A) ચુંબકથી આકર્ષાતો નથી.
(B) ચુંબકથી અપાકર્ષાતો નથી.
(C) પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં અસર થતી નથી.
(D) ઉપરમાંથી એક પણ નહિ.
જવાબ
(B) ચુંબકથી અપાકર્ષાતો નથી.

પ્રશ્ન 15.
ચુંબકત્વની ખરી કસોટી …………………………… છે.
(A) માત્ર આકર્ષણ
(B) માત્ર અપાકર્ષણ
(C) આકર્ષણ અને અપાકર્ષણ બંને
(D) આકર્ષણ કે અપાકર્ષણ બેમાંથી એક પણ નહિ.
જવાબ
(B) માત્ર અપાકર્ષણ

પ્રશ્ન 16.
ચુંબકીય ધ્રુવમાનનો એકમ ………………………. છે. (જ્યાં Q વિધુતભાર અને v વેગ છે.)
(A) Qv
(B) QV
(C) QV
(D) QV
જવાબ
(A) Qv
Qv = Qt × vt [∵ t વડે ભાગો અને ગુણો]
= Id [જ્યાં d અંતર છે.]
એકમ = Am જે ધ્રુવમાનનો એકમ છે. તેથી વિકલ્પ (A)
∴ Qv નો એકમ ધ્રુવમાનનો એકમ છે.


પ્રશ્ન 17.
ગજિયા ચુંબક માટે ભૌમિતિક લંબાઈ (lg) અને ચુંબકીય લંબાઈ (lm) વચ્ચેનો સંબંધ આપો.
(A) lm = 56lg
(B) 2lm = 56lg
(C) lm = 65lg
(D) lm = 35lg
જવાબ
(A) lm = 56lg

પ્રશ્ન 18.
એક ચુંબકનું ધ્રુવમાન 5 Am છે અને તેની ચુંબકીય લંબાઈ 10 cm છે. તેની ચુંબકીય ચાકમાત્રા ગણો.
(A) 0.5 Am2
(B) 5 Am2
(C) 50 Am2
(D) 20 Am2
જવાબ
(A) 0.5 Am2
ચુંબકીય ચાકમાત્રા (ડાયપોલ મોમેન્ટ)mb = 2qml⃗ 
∴ mb 5 × 10 × 10-2
= 0.5 Am2
qm = 5 Am
2l = 10 × 10-2 m

પ્રશ્ન 19.
સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ ગજિયા ચુંબક પર લાગતા કુલ બળનું મૂલ્ય શોધો.
(A) MB
(B) શૂન્ય
(C) mB
(D) m B2
જવાબ
(B) શૂન્ય
સમાન ચુંબકીય ક્ષેત્રને કારણે ગજિયા ચુંબકના બંને ધ્રુવો પર સમાન મૂલ્યનું પરસ્પર વિરુદ્ધ દિશામાં F=qmB અનુસાર બળ લાગે છે. જેથી પરિણામી બળ શૂન્ય થાય.

પ્રશ્ન 20.
7 × 102 Am ના ધ્રુવમાન ધરાવતા ચુંબકીય ધ્રુવ પર 31.5 Nનું બળ લાગે છે, તો ચુંબકીય ક્ષેત્ર શોધો.
(A) 4 × 10-2 T
(B) 4.5 × 10-2 T
(C) 3.5 × 102 T
(D) 3 × 102 T
જવાબ
(B) 4.5 × 102 T
ચુંબકીય ક્ષેત્રને લીધે લાગતું બળ F = qmB
ધ્રુવમાન qm 7 × 102 Am, F = 31.5 N
∴ B = Fqm=31.57×102 = 4.5 × 102 T

પ્રશ્ન 21.
40 Am ધ્રુવમાનવાળા બિંદુવત્ ગજિયા ચુંબકના દક્ષિણ ધ્રુવથી 10 cm અંતરે આવેલાં 3200 Am ધ્રુવમાનવાળા ઉત્તર ધ્રુવ પર લાગતું બળ …………………….. N છે.
(A) -1.28
(B) 1.28
(C) 1.28 × 10-7
(D) 1.28 × 107
જવાબ
(B) 1.28
F = μ04πp1p2r2 = 10-7 × 3200×40(0.1)2
= 12800000 × 10-7
∴ F = 1.28 N


પ્રશ્ન 22.
ચુંબકની ચાકમાત્રા 0.1 Am2 છે. તેને 0.36 x 10-4T ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકતાં તેના દરેક ધ્રુવ પર લાગતું બળ
1.44 × 10-4 N છે. તો ચુંબકના બંને ધ્રુવો વચ્ચેનું અંતર ……………………….. cm છે.
(A) 1.25
(B) 2.5
(C) 5.0
(D) 1.8
જવાબ
(B) 2.5
GSEB Std 12 Physics MCQ Chapter 5 ચુંબકત્વ અને દ્રવ્ય in Gujarati 1

પ્રશ્ન 23.
P – ચુંબકીય ધ્રુવમાનવાળા એક ચુંબકના ચાર સરખા ભાગ કરવામાં આવે છે કે જેથી તેની લંબાઈ અને પહોળાઈ તેની શરૂઆતની લંબાઈ અને પહોળાઈ કરતાં અડધી હોય તો દરેક ટુકડાનું ચુંબકીય ધ્રુવમાન ………………………
(A) p4
(B) p2
(C) p8
(D) 4p
જવાબ
(B) p2
ધ્રુવમાન એ લંબાઈ પર આધારિત નથી પણ તે આડછેદના ક્ષેત્રફળ પર આધારિત છે. (p ∝ A).
અત્રે આડછેદનું ક્ષેત્રફળ અડધું થતાં તેનું ધ્રુવમાન પણ અડધું થાય.

પ્રશ્ન 24.
3 cm લાંબા ગજિયા ચુંબકની અક્ષ પર તેના કેન્દ્રથી વિરુદ્ધ દિશાઓમાં 24 cm અને 48 cm અંતરે અનુક્રમે A અને B બિંદુઓ છે. આ બિંદુઓએ ચુંબકીય ક્ષેત્રોનો ગુણોત્તર ……………………છે.
(A) 8 : 1
(B) 4 :1
(C) 3 : 1
(D) 1 : 2√2
જવાબ
(A) 8 : 1
GSEB Std 12 Physics MCQ Chapter 5 ચુંબકત્વ અને દ્રવ્ય in Gujarati 2
નાના ચુંબકના અક્ષ પર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા B ∝ 1z3
GSEB Std 12 Physics MCQ Chapter 5 ચુંબકત્વ અને દ્રવ્ય in Gujarati 3

પ્રશ્ન 25.
નાના ગજિયા ચુંબકના વિષુવરેખા પર આવેલા બિંદુ પાસે અને અક્ષ પર આવેલા બિંદુ પાસે જો ચુંબકીય ક્ષેત્ર સમાન હોય તો તેમના અંતરોનો ગુણોત્તર કેટલો ?
(A) 2-3 : 1
(B) 23 : 1
(C) 213 : 1
(D) 213 : 1
જવાબ
(C) 213 : 1
નાના ચુંબકના વિષુવરેખા પરના બિંદુએ ચુંબકીયક્ષેત્ર,
B1 = μ0 m4πd31 અને અક્ષ પરના બિંદુએ ચુંબકીયક્ષેત્ર,
GSEB Std 12 Physics MCQ Chapter 5 ચુંબકત્વ અને દ્રવ્ય in Gujarati 4

પ્રશ્ન 26.
ટૂંકા ગજિયા ચુંબક માટે im = ………………………..
(A) 1 : 2
(B) 1 : 1
(C) 3 : 2
(D) 2 : 1
જવાબ
(D) 2 : 1
GSEB Std 12 Physics MCQ Chapter 5 ચુંબકત્વ અને દ્રવ્ય in Gujarati 5


પ્રશ્ન 27.
ઘોડાના નાળવાળા ચુંબકના બે ધ્રુવો વચ્ચેનું અંતર 0.1 m અને ધ્રુવના ધ્રુવમાન 0.01 Am છે, તો ધ્રુવના મધ્યબિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર ……………………….
GSEB Std 12 Physics MCQ Chapter 5 ચુંબકત્વ અને દ્રવ્ય in Gujarati 6
(A) 2 × 10-5 T
(B) 4 × 10-6 T
(C) 8 × 10-7 T
(D) શૂન્ય
જવાબ
(C) 8 × 10-7T
GSEB Std 12 Physics MCQ Chapter 5 ચુંબકત્વ અને દ્રવ્ય in Gujarati 7
ધ્રુવના મધ્યબિંદુ P પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર,
B = BN + BS
પણ, BN = BS = μ0qm4πr2
∴BN = 10-7 × 0.01(0.05)2
∴ BN = 10-7 × 0.0125×104
∴ BN = 4 × 10-7 T
∴ B = 2BN = 4 × 10-7 T = 8 × 10-7 T

પ્રશ્ન 28.
પૃથ્વીના વિષુવવૃત્ત પર ચુંબકીય 4 × 10-5T છે. પૃથ્વીની ત્રિજ્યા 6400 km છે, તો પૃથ્વી ચુંબકની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આશરે ………………….. Am2 હશે.
(A) 1023
(B) 1020
(C) 1016
(D) 1010
જવાબ
(A) 1023
પૃથ્વી ચુંબકના વિષુવવૃત્ત પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર,
GSEB Std 12 Physics MCQ Chapter 5 ચુંબકત્વ અને દ્રવ્ય in Gujarati 8
∴ m = 1048 . 576 × 1020
∴ m ≈ 1.0 × 1023
∴ m ≈ 1023 Am2

પ્રશ્ન 29.
6 cm લંબાઈ અને 4 JT-1 જેટલી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતા ગજિયા ચુંબકની વિષુવરેખા પર તેના કેન્દ્રથી 200 cm અંતરે ચુંબકીય ક્ષેત્ર …………………… Wb m-2 થાય.
(A) 4 × 10-8
(B) 3.5 × 10-8
(C) 5 × 10-8
(D) 3 × 10-8
જવાબ
(C) 5 × 10-8
Bવિષુવરેખા = μ0 m4πy3
= μ04π×4(2)3
= 10-7 × 48 = 5 × 10-8T

પ્રશ્ન 30.
ચુંબકીય ચાકમાત્રા એ …………………….. છે.
(A) સદિશ રાશિ
(B) અર્દિશ રાશિ
(C) અચળ સંખ્યા
(D) આમાંથી એક પણ નહીં
જવાબ
(A) સદિશ રાશિ

પ્રશ્ન 31.
p ધ્રુવમાન અને m મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા l લંબાઈના એક ગજિયા ચુંબકના l2 લંબાઈના બે સરખા ભાગ કરવામાં આવે છે. દરેક ટુકડાની મેગ્નેટિક મોમેન્ટ અને ધ્રુવમાન અનુક્રમે ………………………. અને …………………. હશે.
(A) m,p2
(B) m2, p
(C) m⃗ 2,p2
(D) m⃗ , p
જવાબ
(B) m2, p
l લંબાઈના ગજિયા ચુંબકના l2 લંબાઈના બે ટુકડાઓ કરતાં દરેક ટુકડો સ્વતંત્ર ચુંબક તરીકે વર્તે છે. તેથી ધ્રુવમાન p બદલાતું નથી પણ તેમની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અડધી થાય છે.


પ્રશ્ન 32.
એક તંત્રનો કુલ વિધુતભાર શૂન્ય છે. તેને ચુંબકીય ચાકમાત્રા હોઈ શકે ?
(A) હા
(B) ના
(C) કદાચ હા
(D) કશું કહી ન શકાય
જવાબ
(D) કશું કહી ન શકાય
તંત્રનો કુલ વીજભાર શૂન્ય છે એટલે કે સમાન મૂલ્યના ધન કે ઋણ વીજભારો છે. પરંતુ તે સ્થિર છે કે ગતિશીલ તેની સ્પષ્ટતા કરેલ ન હોવાથી તથા રચાતા કુલ વીજપ્રવાહની ચુંબકીય ચાકમાત્રા વિશે કશું કહી શકાય નહીં.

પ્રશ્ન 33.
જ્યારે પ્રવાહધારિત ગૂંચળાની જગ્યાએ તેને સમતુલ્ય મૅગ્નેટિક ડાયપોલ મૂકવામાં આવે ત્યારે,
(A) તેના ધ્રુવો વચ્ચેનું અંતર l અચળ હોય છે.
(B) તેના દરેક ધ્રુવનું ધ્રુવમાન p અચળ હોય છે.
(C) તેની ડાયપોલ-મોમેન્ટ ઊલટાઈ જાય છે.
(D) pl ગુણાકાર અચળ રહે છે.
જવાબ
(D) pl ગુણાકાર અચળ રહે છે.
વિદ્યુતપ્રવાહધારિત ગૂંચળુ ચુંબક તરીકે વર્તે છે અને તેની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m = IA છે, જ્યાં I = પ્રવાહ અને A = ગૂંચળાનું ક્ષેત્રફળ છે.
જો તેટલી ડાયપોલ મોમેન્ટવાળો ગજિયો ચુંબક લેવામાં આવે તો ગજિયા ચુંબકની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m = 2pl છે. m ∝ pl માં m અચળ હોવાથી pl નો ગુણાકાર અચળ રહે છે.

પ્રશ્ન 34.
ચુંબકીય ક્ષેત્રમાં રાખેલા કોઈ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું પરિણામી ચુંબકીય ફ્લક્સ ………………………… હોય છે.
(A) શૂન્ય
(B) અનંત
(C) ચોક્કસ
(D) ના મૂલ્ય અંગે કંઈ કહી શકાય નહીં.
જવાબ
(A) શૂન્ય

પ્રશ્ન 35.
ચુંબકીય ફ્લક્સનો એકમ …………………………… છે.
(A) Tm2
(B) Wb
(C) NmA-1
(D) આપેલા તમામ
જવાબ
(D) આપેલા તમામ

પ્રશ્ન 36.
સમાન ચુંબકીય ક્ષેત્ર B યાં m ડાયપોલ મૉમેન્ટવાળા ચુંબકની સ્થિતિઊર્જા ……………………….. વડે આપવામાં આવે છે.
(A) mB
(B) m×B
(C) –(mB)
(D) –(m×B)
જવાબ
(C) –(mB)


પ્રશ્ન 37.
ગજિયા ચુંબક પર લાગતું ટોર્ક મહત્તમ ક્યારે મળે ?
(A) θ = 0° હોય ત્યારે
(B) θ = π2 હોય ત્યારે
(C) m = 0 હોય ત્યારે
(D) B = 0 હોય ત્યારે
જવાબ
(B) θ = π2 હોય ત્યારે
τ = mBsinθ માં θ = π2 હોય ત્યારે sinθ મહત્તમ
∴ τmax = mB

પ્રશ્ન 38.
ચુંબકત્વ માટે ગોસનો નિયમ ……………………..
(A) Bdl⃗  = 0
(B) Bdl⃗  = μ0ΣI
(C) Bds⃗  = μ0ΣI
(D) Bds⃗  = 0
જવાબ
(D) Bds⃗  = 0

પ્રશ્ન 39.
વિદ્યુતપ્રવાહધારિત વર્તુળાકાર ગૂંચળાના ડાયપોલ મૉમેન્ટની દિશા …………………… દિશામાં હોય છે.
(A) પ્રવાહની
(B) ગૂંચળાના ક્ષેત્રફળ દર્શાવતા સંદેશની
(C) ગૂંચળાના સમતલની
(D) ગૂંચળાના ક્ષેત્રફળ દર્શાવતા સદેિશની વિરુદ્ધ
જવાબ
(B) ગૂંચળાના ક્ષેત્રફળ દર્શાવતા સદિશની

પ્રશ્ન 40.
વિદ્યુતપ્રવાહધારિત વર્તુળાકાર ગૂંચળાની ચુંબકીય ડાયપોલ મૉમેન્ટ ગૂંચળાના તારની લંબાઈના …………………………… હોય છે.
(A) સમપ્રમાણમાં
(B) વર્ગમૂળના સમપ્રમાણમાં
(C) વર્ગના સમપ્રમાણમાં
(D) વર્ગના વ્યસ્ત પ્રમાણમાં
જવાબ
(C) વર્ગના સમપ્રમાણમાં
ડાયપોલ મૉમેન્ટ,
m = NIA
= NI(πr2)
પણ તારની લંબાઈ,
l = 2πr
∴ r = l2π
∴ r2 = l24π2
∴ m = NI × π × l24π2
∴ m = NIl24π યાં  NI 4π અચળ
∴ m ∝ l2 ∴ વર્ગના સમપ્રમાણમાં

પ્રશ્ન 41.
ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા …………………….. છે.
(A) ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ
(B) દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ
(C) ગમે તે હોઈ શકે
(D) કંઈ કહી શકાય નહીં
જવાબ
(B) દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ


પ્રશ્ન 42.
ચુંબકીય ડાયપોલ મૉમેન્ટનું પારિમાણિક સૂત્ર ………………..
(A) M0 L1 A1
(B) M1 L-1 A1
(C) M1 L-1 A-2
(D) M0 L2 A1
જવાબ
(D) M0 L2 A1
ડાયપોલ મૉમેન્ટ = IA2
[m] = [I] [A2] = (A1) (L2) = M0 L2 A1

પ્રશ્ન 43.
મુક્ત રીતે લટકાવેલા ચુંબકને ગરમ કરવાથી તેની ચુંબકીય ચાકમાત્રા 36 % ઘટે છે અને ગરમ કર્યા બાદ તેના દોલનનો આવર્તકાળ ………………………
(A) 36 % વધે
(B) 25 % વધે
(C) 25 % ઘટે
(D) 64 % ઘટે
જવાબ
(B) 25 % વધે
ચુંબકના દોલનનો પ્રારંભિક આવર્તકાળ,
GSEB Std 12 Physics MCQ Chapter 5 ચુંબકત્વ અને દ્રવ્ય in Gujarati 9
∴ T2 = 1.25 T1
∴ આવર્તકાળમાં 25 % નો વધારો થાય.

પ્રશ્ન 44.
બે જુદાં-જુદાં સ્થળોએ ચુંબકીય ક્ષેત્ર B1 અને B2 માં ચુંબકીય સોયને લંબરૂપે રાખવા માટે જરૂરી ટોર્ક અનુક્રમે τ1
અને τ2 છે તો = ……………………
(A) τ2τ1
(B) τ1τ2
(C) τ1+τ2τ1τ2
(D) τ1τ2τ1+τ2
જવાબ
(B) τ1τ2
ટૉર્ક τ = mBsinθ
∴ τ1 = mB1sin90° અને τ2 = mB2sin90°
B1 B2=τ1τ2

પ્રશ્ન 45.
mA જેટલી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતા ગજિયા ચુંબક-A ના દોલનની આવૃત્તિ, mB જેટલી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતા ગજિયા ચુંબક-B ની આવૃત્તિ કરતાં બમણી છે, તો ………………………
(A) mA = 2mB
(B) mA = 8mB
(C) mA = 4mB
(D) mB = 8mA
જવાબ
(C) mA = 4mB
GSEB Std 12 Physics MCQ Chapter 5 ચુંબકત્વ અને દ્રવ્ય in Gujarati 10


પ્રશ્ન 46.
l જેટલી લંબાઈ ધરાવતા સ્ટીલના એક સુરેખ તારની ચુંબકીય ડાયપોલ-મોમેન્ટ m છે. જો આ તારને અર્ધવર્તુળાકાર ચાપના રૂપમાં વાળવામાં આવે, તો તેની નવી ચુંબકીય ડાયપોલ-મોમેન્ટ કેટલી હશે ?
(A) m
(B) 2 mπ
(C) m2
(D) mπ
જવાબ
(B) 2 mπ
l લંબાઈના તારની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m= = qml હવે, l લંબાઈના તારને અર્ધવર્તુળાકાર વાળતાં તેની ત્રિજ્યા
r = lπ
∴ તારના બે છેડા વચ્ચેનું અંતર (ચુંબકની નવી લંબાઈ)
l’ = 2r (વ્યાસ)
∴ l’ = 2lπ
નવી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m’= qml = 2qπ1n
∴ m’ = 2 mπ

પ્રશ્ન 47.
m જેટલી ચુંબકીય ચાકમાત્રા ધરાવતા ચુંબકીય તારને વર્તુળાકાર ચાપના આકારમાં વાળવામાં આવતા તેના બે છેડા કેન્દ્ર પાસે 60॰નો ખૂણો બનાવે છે. આથી નવી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ………………………… થાય.
(A) mπ
(B) 2 mπ
(C) 3 mπ
(D) 4 mπ
જવાબ
(C) 3 mπ
વર્તુળના કેન્દ્ર પાસે 60° નો કોણ બનાવે તો જીવાની લંબાઈ વર્તુળની ત્રિજ્યા જેટલી થાય.
GSEB Std 12 Physics MCQ Chapter 5 ચુંબકત્વ અને દ્રવ્ય in Gujarati 11
∴ નવા બનતા ચુંબકની લંબાઈ L’ = 3 Lπ
∴ મૂળ ચાકમાત્રા m = pL
નવી ચાકમાત્રા m’ = pL’ = p(3 Lπ) = 3 mπ

પ્રશ્ન 48.
4 cm ત્રિજ્યાવાળા અને 20 આંટાવાળા લૂપમાંથી 3 A નો પ્રવાહ વહે છે. તેને 0.5 T ના ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ છે, તો સ્થિર સંતુલનની સ્થિતિમાં ડાયપોલની સ્થિતિઊર્જા ……………………… J.
(A) -0.15
(B) 0.15
(C) -1500
(D) 1500
જવાબ
(A) -0.15
અહીં, m = nI A
= 20 × 3 × πr2 = 3014.8 × 10-4 Am2
ડાયપોલની સ્થિતિઊર્જા,
U = – mB cosθ
= -3014.8 × 10-4 × 0.5 × cos 0° [∵ θ = 0°]
= -1507.2 × 10-4 = -0.15072 ∴ U ≈ 0.15

પ્રશ્ન 49.
એક ગજિયા ચુંબકને સમાન ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે રાખેલ છે. આ સ્થિતિમાંથી તેને કેટલું કોણાવર્તન કરાવીએ તો તેના પર લાગતા ટૉર્કનું મૂલ્ય, મૂળ ટોર્કના મૂલ્ય કરતાં અડધું થાય ?
(A) 30°
(B) 45°
(C) 60°
(D) 75°
જવાબ
(C) 60°
શરૂઆતમાં ટૉર્ક τ1 = mB sin 90° = mB
કોણાવર્તન કરાવતા મળતું ટૉર્ક τ2 = τ12
∴ mB sin θ2 = mB2
∴ sin θ2 12 ∴ θ2 = 30°
∴ ચુંબકને કરવું પડતું કોણાવર્તન
θ = 90° – θ2 = 90° – 30° ∴ θ = 60°

પ્રશ્ન 50.
r = 4 × 10-2 m ત્રિજ્યાની 50 આંટા ધરાવતી વર્તુળાકાર કૉઈલમાંથી 2 A પ્રવાહ વહે છે, તેને 0.1 wbm2 ની તીવ્રતાવાળા સમાન ચુંબકીય ક્ષેત્રમાં રાખેલ છે. હવે તેને સમતોલન સ્થિતિમાંથી 180° નું ભ્રમણ આપવા કરવું પડતું કાર્ય …………………
(A) 0.1 J
(B) 0.2 J
(C) 0.4 J
(D) 0.8 J
જવાબ
(A) 0.1J
W = mB(1 – cosθ)
= NIAB(1 – cos180°) [∵ m = NIA]
= NIAB[1 + 1] [∵ cos180° = -1]
= 2NIAB = 2NI (лr2)В [∵ A = πr2]
= 2 × 50 × 2 × 3.14 × 16 × 10-4 × 0.1
= 100.5 × 10-3
∴ W = 0.1 J

પ્રશ્ન 51.
5.0 Am2 જેટલી મેગ્નેટિક મોમેન્ટ ધરાવતું એક ચુંબક, 7 × 10-4T ના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે રહેલું છે કે જેથી તેની મેગ્નેટિક મોમેન્ટનો સદિશ ક્ષેત્ર સાથે 30° નો કોણ બનાવે. આ કોણ 30થી વધારીને 45°કરવા માટે કરવું પડતું કાર્ય આશરે ……………………….. J હોય.
(A) 5.56 × 10-4
(B) 24.74 × 10-4
(C) 30.3 × 10-4
(D) 5.50 × 10-3
જવાબ
(A) 5.56 × 10-4
W = U2 – U1
= -mB cosθ2– (- mBcosθ1)
= -mB (cosθ2 – cosθ1)
= -5 × 7 × 10-4 (cos45° – cos30°)
= -35 × 10-4(1232)
= -35 × 10-4 (0.7072 0.8660)
= -35 × 10-4 (-0.1588)
= 5.558 × 10-4
≈ 5.56 × 10-4 J


પ્રશ્ન 52.
8 × 10-6 kgm2 જડત્વની ચાકમાત્રા ધરાવતી ચુંબકીય સોયની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ 10-1 Am2 છે. તે 10 સેકન્ડમાં 10 દોલનો કરે છે, તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધો.
(A) 3.15 × 10-3 T
(B) 1.35 × 10-3 T
(C) 3.15 × 10-5 T
(D) 1.35 × 10-5 T
જવાબ
(A) 3.15 × 10-3 T
T = 2πImB [∵ T = tn=1010 = 1s]
∴ B = 4π2IT2 m = 4×(3.14)2×8×106(1)2×101
= 315.5 × 10-5 ∴ B ≈ 3.15 × 10-3 T

પ્રશ્ન 53.
એક ચુંબકને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં સમક્ષિતિજ લટકાવ્યું છે. જ્યારે તેને સમક્ષિતિજ સમતલમાં દોલન કરાવવામાં આવે ત્યારે તેનો આવર્તકાળ T મળે છે. આ ચુંબક સાથે તેના જેટલી જડત્વની ચાકમાત્રા ધરાવતા લાકડાના ટુકડાને જોડવામાં આવે તો હવે તંત્રના દોલનનો આવર્તકાળ ………………….
(A) T3
(B) T2
(C) T2
(D) 2 T
જવાબ
(D) 2 T

લાકડાના ટુકડાને જોડવાથી તેની જડત્વની ચાકમાત્રા બમણી થાય પણ ચુંબકીય ચાકમાત્રા બદલાતી નથી.
એકલા ચુંબકના દોલનનો આવર્તકાળ,
T = 2πImBH
લાકડાના જોડ્યા બાદ દોલનનો આવર્તકાળ,
T’ = 2π2ImBH
TT=2 ∴ T’ = 2 T

પ્રશ્ન 54.
બે જુદી જુદી ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાવાળા વિસ્તારમાં એક ચુંબકના દોલનનો આવર્તકાળ અનુક્રમે 1s અને 4s છે. આ બે ચુંબકીય ક્ષેત્રોની તીવ્રતાનો ગુણોત્તર ………………… થશે.
(A) 1 : 16
(B) 16 : 1
(C) 1 : 4
(D) 4: 1
જવાબ
(B) 16 : 1
GSEB Std 12 Physics MCQ Chapter 5 ચુંબકત્વ અને દ્રવ્ય in Gujarati 12

પ્રશ્ન 55.
કોઈ એક સ્થાને સમક્ષિતિજ સમતલમાં દોલન કરતો ચુંબક દર મિનિટે 10 દોલનો કરે છે. આ ચુંબકના ધ્રુવમાન 4 ગણા કરાવીએ, તો હવે દર મિનિટે કેટલાં દોલનો કરશે ?
(A) 5
(C) 20
(B) 10
(D) 100
જવાબ
(C) 20
v = 12πmBI
∴ v ∝ √m બાકીના પદો સમાન
v2v1=m2m1=4m1m1
∴ v2 = 2 × v1
∴ v2 2 × 10 = 20 દોલનો

પ્રશ્ન 56.
એક ચુંબકીય સોયને મેગ્નેટિક મેરિડિયનને લંબ સમતલમાં ઊર્ધ્વદિશામાં રાખતાં તેના દોલનનો આવર્તકાળ 2 સેકન્ડ મળે છે. હવે આ સોયને સમક્ષિતિજ સમતલમાં રાખવામાં આવે તો તેના દોલનનો આવર્તકાળ પણ 2 સેકન્ડ મળે છે, તો તે સ્થળનો એંગલ ઑફ ડીપ ……………………. થાય.
(A) 0°
(B) 30°
(C) 45°
(D) 90°
જવાબ
(C) 45°
GSEB Std 12 Physics MCQ Chapter 5 ચુંબકત્વ અને દ્રવ્ય in Gujarati 13


પ્રશ્ન 57.
બે ચુંબકોના દોલનનો આવર્તકાળ (એક જ ચુંબકીય ક્ષેત્રમાં) 2 : 1 છે. જો તેમની જડત્વની ચાકમાત્રા સમાન હોય, તો તેમની ચુંબકીય ચાકમાત્રાનો ગુણોત્તર ……………………..
(A) 1 : 2
(B) 1 : 4
(C) 2 : 1
(D) 4 : 1
જવાબ
(B) 1 : 4
GSEB Std 12 Physics MCQ Chapter 5 ચુંબકત્વ અને દ્રવ્ય in Gujarati 14

પ્રશ્ન 58.
m ચુંબકીય ચાકમાત્રા ધરાવતા એક ગજિયા ચુંબકને સમાન ચુંબકીય ક્ષેત્ર H માં 30° ના કોણે મૂકવામાં આવે તો તેના પર લાગતું ટોર્ક …………………… થાય.
(A) mH
(B) mH2
(C) mH3
(D) mH4
જવાબ
(B) mH2
τ = mHsinθ
∴ τ = mHsin30° = mH(12) = mH2

પ્રશ્ન 59.
એક ગજિયા ચુંબકને X-અક્ષ પર મૂકેલ છે અને તેની ચુંબકીય ચાકમાત્રા 50î Am2 છે. આ સ્થળે ચુંબકીય ક્ષેત્ર B = (0.5î + 3.0ĵ)T હોય તો તેમની પર લાગતું ટૉર્ક ……………………….. Nm થાય.
(A) 175k̂
(B) 150 k̂
(C) 75k̂
(D) 25√5 k̂
જવાબ
(B) 150 k̂
τ⃗ =m×B
= 50î × (0.5î + 3.0ĵ)
= (50 × 0.5)(î × î) + (50 × 3.0) (î × ĵ)
= 25(0) + 150k̂ = 150 k̂

પ્રશ્ન 60.
10 cm લંબાઈના ગજિયા ચુંબકની ચુંબકીય ચાકમાત્રા m છે. તેને 6 cm અને 4 cm ના બે ટુકડાઓમાં કાપવામાં આવે અને તેમના અસમાન ધ્રુવો પાસપાસે રહે તેમ કાટખૂણે ગોઠવવામાં આવે તો સંયોજનની પરિણામી ચુંબકીય શાકમાત્રા ………………………..
(A) 15 m
(B) 52 m
(C) 5210 m
(D) 525 m
જવાબ
(C) 5210 m
6 cm લંબાઈના ટુકડાની ચુંબકીય ચાકમાત્રા
m1 = 6 m10 = 0.6 m
4 cm લંબાઈના ટુકડાની ચુંબકીય ચાકમાત્રા
m2 = 4 m10 = 0.4m
તેમને લંબરૂપે ગોઠવતાં મળતી પરિણામી ચુંબકીય ચાકમાત્રા m’ હોય તો
GSEB Std 12 Physics MCQ Chapter 5 ચુંબકત્વ અને દ્રવ્ય in Gujarati 15

પ્રશ્ન 61.
સમાન ચુંબકીય ક્ષેત્રમાં સૌથી વધુ સ્થિર સ્થિતિ મેળવવા માટે ચુંબકીય ડાયપોલની સ્થિતિઊર્જા ………………………. હોવી જોઈએ.
(A) mB
(B) કોઈપણ
(C) 0
(D) -mB
જવાબ
(D) mB
ચુંબકીય ક્ષેત્ર B માં ડાયપોલની સ્થિતિઊર્જા,
U = mB
= – m B cos θ
જ્યારે θ = 0° હોય ત્યારે તે સ્થિર હોય
∴ U = – mB [∵ cos0° = 1]

પ્રશ્ન 62.
એક સ્થાને ચુંબકને વળ વગરની દોરી વડે મેગ્નેટિક મેરિડિયનમાં સમક્ષિતિજ લટકાવ્યું છે. આધાર બિંદુ પાસેથી દોરીમાં 150° નો વળ ચઢાવવામાં આવે છે આથી ચુંબકનું 30° જેટલું આવર્તન થાય છે. આ ચુંબકનું 90° જેટલું આવર્તન કરાવવા માટે આધારબિંદુએથી દોરીને કેટલો વળ ચઢાવવો પડશે ?
(A) 270°
(B) 300°
(C) 330°
(D)360°
જવાબ
(C) 330°
δ1 = 150° – 30° = 120°
હવે τ1 = kδ1 = mBsin30° અને
τ2 = kδ2 = mBsin90°
δ1δ2=sin30sin90=121=12
∴ δ2 = 2δ1 = 2 × 120° 240°
∴ δ2 = 240° મેળવવા દોરીને આધારબિંદુ પાસેથી 240° + 90° = 330° નો વળ ચઢાવવો પડે.


પ્રશ્ન 63.
600 G જેટલા બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં એક નાના ગજિયા ચુંબકની અક્ષ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે 30° ના કોણ બનાવે તેમ મૂકેલો છે. ત્યારે તે 0.012 Nm જેટલું ટોર્ક અનુભવે છે, તો ચુંબકની ડાયપોલ મોમેન્ટ કેટલી ?
(A) 0.2 Am2
(B) 0.3 Am2
(C) 0.4 Am2
(D) 0.6 Am2
જવાબ
(C) 0.4 Am2
τ = mBsinθ
∴ m = τBsinθ=0.012600×104×sin30
∴ m = 0.0126×102×12 ∴ m = 0.4Am2

પ્રશ્ન 64.
ચાર જુદી-જુદી સ્થિતિમાં વિધુતપ્રવાહધારિત સમાન લૂપને નિયમિત ચુંબકીય ક્ષેત્ર B માં મૂકેલી છે, તો તેમને સ્થિતિઊર્જાના ઊતરતા ક્રમમાં ……………………
GSEB Std 12 Physics MCQ Chapter 5 ચુંબકત્વ અને દ્રવ્ય in Gujarati 16
(A) 4, 2, 3, 1
(B) 1, 4, 2, 3
(C) 4, 3, 2, 1
(D) 1, 2, 3, 4
જવાબ
(B) 1, 4, 2, 3
U = mB = -mBcosθ
(1) માટે θ = 180°
∴ U = -mBcos180° – (- mB) = mB

(2) માટે θ = 90°
∴ U = -mBcos90° = 0

(૩) માટે θ = θ લઘુકોણ
∴ U = -mBcosθ

(4) માટે θ – θ ગુરુકોણ
∴ U = mBcosθ = (- mB) = mB

પ્રશ્ન 65.
(î + 3ĵ) × 10-2 m2 ક્ષેત્રફળ ધરાવતી એક વર્તુળાકાર તકતીને (0.5î + 0.2ĵ)T વાળા ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ છે. તકતીમાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ શોધો.
(A) 1.1 × 10-2 Wb
(B) 1.1 × 10-3 Wb
(C) 2 × 10-2 Wb
(D) 3.5 × 10-3 Wb
જવાબ
(A) 1.1 × 10-2 Wb
B = (0.5î +0.2ĵ)T
A = (î + 3ĵ) × 10-2 m2
ચુંબકીય ફ્લક્સ Φ = BA
∴ Φ = (i + 3j) · (0.5 i + 0.2 j) × 10-2
= (0.5 + 0.6) × 10-2 = 1.1 × 10-2 Wb

પ્રશ્ન 66.
વિધુતક્લક્સ અને ચુંબકીય ફ્લેક્સના ગુણોત્તરનો એકમ ……………………. છે.
(A) m
(B) ms-1
(C) ms-2
(D) ms
જવાબ
(B) ms-1
વિદ્યુત લક્સ ϕEϕm=SESB=EB = NC1NA1m1=mAC પણ
C = As [∵ Q = IE]
ϕEϕm=mAAs=ms
ϕEϕm નો એકમ = પ્રકાશના વેગનો એકમ ms-1

પ્રશ્ન 67.
m અને 2m જેટલી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતા બે ચુંબકોને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે રાખેલાં છે, તો આ સંયોજનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ …………………
GSEB Std 12 Physics MCQ Chapter 5 ચુંબકત્વ અને દ્રવ્ય in Gujarati 17
(A) m
(B) √5 m
(C) 3 m
(D) √7 m
જવાબ
(D) √7 m
પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ,
GSEB Std 12 Physics MCQ Chapter 5 ચુંબકત્વ અને દ્રવ્ય in Gujarati 18

GSEB Std 12 Physics MCQ Chapter 5 ચુંબકત્વ અને દ્રવ્ય in Gujarati

પ્રશ્ન 68.
બે ચુંબકો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવાયેલ છે. આ સંયોજનની મેગ્નેટિક ડાયપોલ-મોમેન્ટ …………………… હોય.
GSEB Std 12 Physics MCQ Chapter 5 ચુંબકત્વ અને દ્રવ્ય in Gujarati 19
જવાબ
GSEB Std 12 Physics MCQ Chapter 5 ચુંબકત્વ અને દ્રવ્ય in Gujarati 20

પ્રશ્ન 69.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે m જેટલી ચુંબકીય ચાકમાત્રા ધરાવતા ત્રણ સમાન ચુંબકોને સમબાજુ ત્રિકોણ સ્થે તેમ ગોઠવતાં તંત્રની કુલ ચુંબકીય ચાકમાત્રા ………………….
GSEB Std 12 Physics MCQ Chapter 5 ચુંબકત્વ અને દ્રવ્ય in Gujarati 21
(A) શૂન્ય
(B) 2m
(C) √3m
(D) 3m
જવાબ
(B) 2m
બે ચુંબકોની સમાસ ચુંબકીય ચાકમાત્રા
GSEB Std 12 Physics MCQ Chapter 5 ચુંબકત્વ અને દ્રવ્ય in Gujarati 22
∴ m1 = m
અને ત્રીજો ચુંબક m1 ની દિશામાં હોવાથી પરિણામી ચુંબકીય ચાકમાત્રા = m + m = 2m.

પ્રશ્ન 70.
L લંબાઈના એક સ્ટીલના તારની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m છે. તેને મધ્યમાંથી વાળીને 60°નો ખૂણો બને તેમ ગોઠવવામાં આવે છે. તો નવી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ……………………
(A) m2
(B) m2
(C) m
(D) 2m
જવાબ
(B) m2
GSEB Std 12 Physics MCQ Chapter 5 ચુંબકત્વ અને દ્રવ્ય in Gujarati 23
m ચુંબકીય ડાયપોલ મોમેન્ટવાળા તારને મધ્યમાંથી વાળવામાં આવે તો દરેક ભાગની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m2 થાય.
આ બંને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ વચ્ચેનો ખૂણો 120° થાય.
∴ પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ
GSEB Std 12 Physics MCQ Chapter 5 ચુંબકત્વ અને દ્રવ્ય in Gujarati 24

પ્રશ્ન 71.
1 ટેસ્લા = ……………………… ગૉસ.
(A) 10-4
(B) 104
(C) 10-8
(D) 108
જવાબ
(B) 104

પ્રશ્ન 72.
SmB ના પરિમાણ જેવી રાશિ …………………. છે. દરેક સંજ્ઞાના પ્રચલિત અર્થ છે.
(A) અંતર
(B) ઝડપ
(C) સમય
(D) આવૃત્તિ
જવાબ
(C) સમય
SmB એટલે આવર્તકાળ T છે.

પ્રશ્ન 73.
ગજિયા ચુંબકને મધ્યબિંદુથી મુક્ત રીતે વિષુવવૃત્ત પાસે સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરી શકે તેમ લટકાવવામાં આવે, તો ……………………… .
(A) પૂર્વ-પશ્ચિમ દિશામાં સ્થિર રહેશે
(B) ઉત્તર-દક્ષિણ દિશામાં સ્થિર રહેશે
(C) શિરોલંબ દિશામાં સ્થિર રહેશે
(D) આમાંથી એક પણ નહીં
જવાબ
(B) ઉત્તર-દક્ષિણ દિશામાં સ્થિર રહેશે


પ્રશ્ન 74.
ગજિયા ચુંબકનો જે છેડો ભૌગોલિક ઉત્તર દિશા તરફ રહે તેને ચુંબકનો …………………… કહે છે.
(A) ધન ધ્રુવ
(B) ઋણ ધ્રુવ
(C) ઉત્તર ધ્રુવ
(D) દક્ષિણ ધ્રુવ
જવાબ
(C) ઉત્તર ધ્રુવ

પ્રશ્ન 75.
ગજિયા ચુંબકના સજાતીય ધ્રુવો એકબીજાને …………………….. જ્યારે વિજાતીય ધ્રુવો એકબીજાને …………………. છે.
(A) અપાકર્ષે, આકર્ષે
(B) આકર્ષે, આકર્ષે
(C) આકર્ષે, અપાકર્ષે
(D) અપાકર્ષે, અપાકર્ષે
જવાબ
(A) અપાકર્ષે, આકર્ષે

પ્રશ્ન 76.
પૃથ્વીના ચુંબકનો ઉત્તર ધ્રુવ એ તેના ભૌગોલિક ………………….. ધ્રુવની નજીક છે.
(A) પૂર્વ
(B) પશ્ચિમ
(C) ઉત્તર
(D) દક્ષિણ
જવાબ
(D) દક્ષિણ

પ્રશ્ન 77.
પૃથ્વીની સપાટી પર કોઈ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ અને ઊર્ધ્વ ઘટક એકસરખા છે. આ સ્થળે મેગ્નેટિક ડીપ ઍન્ગલ …………………….. હશે.
(A) 30°
(B) 45°
(C) 0°
(D) 90°
જવાબ
(B) 45°
અહીં HE = ZE અને tanI = ZEHE
∴ tanI = 1
Φ = tan-1 (1)
∴ Φ = 45°

પ્રશ્ન 78.
પૃથ્વીના જે સ્થળે, ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ અને શિરોલંબ ઘટકોનો ગુણોત્તર √3 થાય, તે સ્થળે ડિપ ઍન્ગલ ……………………… rad હોય. (માર્ચ 2020)
(A) π6
(B) π4
(C) π3
(D) શૂન્ય
જવાબ
(A) π6
HEZE = √3 આપેલ
BEcosIBEsinI = √3 (∵ HE = BEcosI, ZE = BEsinI)
∴ tanI = 13
∴ I = π6

પ્રશ્ન 79.
પૃથ્વી પર જે સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો શિરોલંબ ઘટક શૂન્ય હોય તે સ્થાને ઍન્ગલ ઑફ ડીપ ………………………. હોય.
(A) 0°
(B) 45°
(C) 60°
(D) 90°
જવાબ
(A) 0°
tanI = ZEHE માં ZE = 0
∴ tanI = 0HE ∴ tanI = 0
∴ I = tan-1 (0) ∴ I = 0°


પ્રશ્ન 80.
પૃથ્વી પર જે સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક શૂન્ય હોય તે સ્થળ …………………….. પર હોય.
(A) ભૌગોલિક વિષુવવૃત્ત
(B) ભૂચુંબકીય વિષુવવૃત્ત
(C) કોઈ એક ભૌગોલિક ધ્રુવ
(D) કોઈ એક ભૂચુંબકીય ધ્રુવ
જવાબ
(D) કોઈ એક ભૂચુંબકીય ધ્રુવ
પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક શૂન્ય છે તેથી શિરોલંબ ઘટક હાજર છે. તેથી આ સ્થળ ચુંબકીય ધ્રુવો પાસે જ શક્ય છે.

પ્રશ્ન 81.
પૃથ્વીના કોઈ એક સ્થળે ચુંબકીય ક્ષેત્રનો શિરોલંબ ઘટક 0.4 × 10-4 T અને સમક્ષિતિજ ઘટક 0.3 × 10-4 T હોય, તો તે સ્થળ પાસે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ……………….. છે.
(A) 0.5 × 10-4 T
(B) 0.5 × 10-2 T
(C) 0.5 × 10-1 T
(D) 0.5 × 100 T
જવાબ
(A) 0.5 × 10-4 T
BE = Z2E+H2E
= (0.4×104)2+(0.3×104)2
= (0.16+0.09)×108
∴ BE = 0.5 × 10-4 T

પ્રશ્ન 82.
પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 3 × 10-4 T છે.
મેગ્નેટિક ડીપ એંગલ 45° છે, તો ઉર્ધ્વ ઘટક શોધો.
(A) √3 × 10-4 T
(B) 3 × 10-4 T
(C) 13 × 10-4 T
(D) 10-5 T
જવાબ
(B) 3 × 10-4 T
ડીપ એંગલ I માટે
tanI = ZEHE [I = 45°, HE = 3 × 10-4]
∴ ZE = tanI × HE
= tan 45° × 3 × 10-4
= 1 × 3 × 10-4 [tan 45° = 1]
= 3 × 10-4 T

પ્રશ્ન 83.
બે સ્થળના મેગ્નેટિક ડીપ એંગલ 30° અને 45° છે. આ બે સ્થળ આગળ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકના ગુણોત્તરો શોધો. બન્ને સ્થળનું ચુંબકીય ક્ષેત્ર સમાન છે.
(A) √2 : √3
(B) √3 : √2
(C) 1 : √3
(D) √3 : 1
જવાબ
(B) √3 : √2
ડીપ એંગલ I હોય તો સમક્ષિતિજ ઘટક HE = BcosI
GSEB Std 12 Physics MCQ Chapter 5 ચુંબકત્વ અને દ્રવ્ય in Gujarati 25

પ્રશ્ન 84.
પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક વિષુવરેખા પર ………………….. હોય છે.
(A) શૂન્ય
(B) મહત્તમ
(C) ન્યૂનતમ
(D) ઉ૫૨માંથી કોઈ નહીં
જવાબ
(B) મહત્તમ
પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક HE
∴ HE = BE cosI
∴ વિષુવરેખા પરના સ્થાને I = 0°
∴ HE = BE cos0°
∴ HE = BE મહત્તમ બને.

પ્રશ્ન 85.
કોઈ એક સ્થાન પર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઊર્ધ્વ ઘટક 0.16√3 × 10-4 T છે. જો આ સ્થાન પર ઍન્ગલ ઑફ ડીપ 30° હોય, તો તે સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક …………………………. T હશે.
(A) 0.16√3 × 10-4
(B) 0.16√2 × 10-4
(C) 0.16 × 10-4
(D) 0.48 × 10-4
જવાબ
(D) 0.48 × 10-4
GSEB Std 12 Physics MCQ Chapter 5 ચુંબકત્વ અને દ્રવ્ય in Gujarati 26

પ્રશ્ન 86.
પૃથ્વી પર કોઈ એક સ્થાને તેના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક તેના ઊર્ધ્વ ઘટક કરતાં 73.2% ગણું વધારે છે. આ સ્થાન પર એંગલ ઑફ ડીપ …………………….. હશે.
(A) 30°
(B) 45°
(C) 60°
(D) 90°
જવાબ
(A) 30°
tan I = ZEHE
∴ tan I = ZE1.732ZE [∵ HE = 1.732 ZE]
11.732=13 ∴ tanI = 30°


પ્રશ્ન 87.
પૃથ્વીના વિષુવવૃત્ત પર ચુંબકીય ક્ષેત્ર 6.5 એકમ હોય તો તેનું મૂલ્ય ધ્રુવ પાસે કેટલું થાય ?
(A) 2
(B) 4.5
(C) 6.5
(D) 1
જવાબ
(C) 6.5
પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ધ્રુવ પાસે શિરોલંબ ઘટક BV છે અને સમક્ષિતિજ ઘટક શૂન્ય છે.
∴ B = H2E+Z2E માં HE = 0
∴ BE = ZE ∴ ZE = 6.5 [∵ BE = 6.5 એકમ આપેલ છે.]

પ્રશ્ન 88.
ભૂચુંબકીય ક્ષેત્રની દિશા …………………… તરફની છે.
(B) દક્ષિણથી ઉત્તર
(A) ઉત્તરથી દક્ષિણ
(C) ફક્ત ઊર્ધ્વદિશા
(D) ફક્ત અધોદિશા
જવાબ
(B) દક્ષિણથી ઉત્તર
પૃથ્વી એક ચુંબક તરીકે વર્તે છે અને પૃથ્વી ચુંબકનો ઉત્ત૨ ધ્રુવ દક્ષિણ તરફ અને તેનો દક્ષિણ ધ્રુવ, ઉત્તર તરફ છે.

પ્રશ્ન 89.
પૃથ્વીના વિષુવવૃત્ત પર ચુંબકીય ક્ષેત્રરેખાઓ …………………….. હોય છે.
(A) ઊર્ધ્વ સમાંતર
(B) સમક્ષિતિજ સમાંતર
(C) ઊર્ધ્વ અસમાંતર
(D) સમક્ષિતિજ અસમાંતર
જવાબ
(B) સમક્ષિતિજ સમાંતર

પ્રશ્ન 90.
પૃથ્વીના કુલ ચુંબકીય ક્ષેત્ર સાથે તેની સપાટીએ બનાવેલા ખૂણાને …………………….. કહે છે.
(A) ડૅક્સિનેશન
(B) ચુંબકીય મેરિડિયન
(C) ભૌગોલિક મેરિડિયન
(D) ઍન્ગલ ઑફ ડીપ
જવાબ
(D) ઍન્ગલ ઑફ ડીપ

પ્રશ્ન 91.
આપેલા સ્થળે મેગ્નેટિક મેરિડિયનમાં ડીપ એન્ગલ 30° છે, તો મેગ્નેટિક મેરિડિયનને લંબ સમતલમાં ડીપ ઍન્ગલ ………………………. હશે.
(A) 0
(B) π3
(C) π6
(D) π2
જવાબ
(D) π2
મૅગ્નેટિક મેરિડિયનને લંબ સમતલમાં,
tanθ = ZEHE=ZEHEcos90=ZE0 = ∞
∴ Φ = π2rad

પ્રશ્ન 92.
જે સ્થળે પૃથ્વી પરના ચુંબકીય સમતલ અને ભૌગોલિક સમતલ વચ્ચેના ખૂણાને …………………….. કહે છે.
(A) ડીપ ઍન્ગલ
(B) ડૅક્સિનેશન
(C) ચુંબકીય અક્ષાંશ
(D) ચુંબકીય રેખાંશ
જવાબ
(B) ડેક્સિનેશન

પ્રશ્ન 93.
ચુંબકીય ચાકમાત્રાનો SI એકમ ………………………. છે.
(A) Am-2
(B) Am-1
(C) JT-1
(D) J-1 T
જવાબ
(C) JT-1
ટૉર્ક τ = mBsinθ
∴ m = τBsinθ ∴ m નો એકમ = JT = JT-1


પ્રશ્ન 94.
ઍન્ગલ ઑફ ડીપનું મહત્તમ મૂલ્ય કેટલું છે ?
(A) 90°
(B) 180°
(C) 60°
(D) 360°
જવાબ
(A) 90°
tanI = ZEHE tan વિધેયનું મહત્તમ મૂલ્ય ∞
∴ tanI = ∞
∴ I = tan-1 (∞)
∴ I = 90° જે મહત્તમ I નું મૂલ્ય છે.

પ્રશ્ન 95.
ઍન્ગલ ઑફ ડીપનું સૂત્ર કયું છે ?
(A) tan-1HEZE
(B) tan-1ZEHE
(C) tan-1ZEBE
(D) tan-1HEBE
જવાબ
(B) tan-1ZEHE
tanI = ZEHE ⇒ I = tan-1ZEHE

પ્રશ્ન 96.
પૃથ્વીના કયા સ્થળે મૅગ્નેટિક ડીપ ઍન્ગલ મહત્તમ હોય છે ?
(A) ચુંબકીય ઉત્તર અને ચુંબકીય દક્ષિણ ધ્રુવ પર
(B) માત્ર ચુંબકીય ઉત્તર ધ્રુવ પર
(C) માત્ર ચુંબકીય દક્ષિણ ધ્રુવ પર
(D) ભૌગોલિક ઉત્તર ધ્રુવ પર
જવાબ
(A) ચુંબકીય ઉત્તર અને ચુંબકીય દક્ષિણ ધ્રુવ પર

પ્રશ્ન 97.
પૃથ્વીના વિષુવવૃત્ત પર મેગ્નેટિક ડીપ ઍન્ગલનું મૂલ્ય કેટલું
હોય છે ?
(A) 0°
(B) 60°
(C) 90°
(D) 45°
જવાબ
(A) 0°
tanI = ZEHE માં ZE = 0
∴ tanI = 0HE
∴ tanI = 0
∴ I = tan-1 (0)
∴ I = 0

પ્રશ્ન 98.
સ્થિત વિદ્યુતીય અચળાંક 14πε0 એ ચુંબકના કયા અચળાંકના જેવો છે ?
(A) μ04π
(B) μ02π
(C) μ0π
(D) μ0
જવાબ
(A) μ04π

પ્રશ્ન 99.
ચુંબકીય પદાર્થ માટે સાપેક્ષ પરમિએબિલિટી μr અને ચુંબકીય સસેપ્ટિબિલિટી χm હોય, તો પેરામૅગ્નેટિક પદાર્થ
માટે …………………..
(A) μr < 1, χm < 0
(B) μr < 1, χm > 0
(C) μr > 1, χm < 0
(D) μr > 1, χm > 0
જવાબ
(D) μr > 1, χm > 0


પ્રશ્ન 100.
સુપર કન્ડક્ટર્સ તરીકે …………………… ને દર્શાવે છે.
(A) ફેરોમૅગ્નેટિક
(B) પેરામૅગ્નેટિઝમ
(C) ફેરોમૅગ્નેટિઝમ
(D) ડાયામૅગ્નેટિઝમ
જવાબ
(D) ડાયામૅગ્નેટિઝમ

પ્રશ્ન 101.
નીચેનામાંથી કયા પદાર્થો ફેરોમેગ્નેટિક હોઈ શકે છે ?
(A) ધન
(B) ધાતુ
(C) વાયુ
(D) મિશ્ર ધાતુ
જવાબ
(C) વાયુ

પ્રશ્ન 102.
કાયમી ચુંબક બનાવવા માટે નીચેનામાંથી કયું દ્રવ્ય યોગ્ય છે ?
(A) તાંબું
(B) સ્ટીલ
(C) નિકલ
(D) નરમ લોખંડ
જવાબ
(B) સ્ટીલ

પ્રશ્ન 103.
વિદ્યુત ચુંબક બનાવવા માટે નીચેનામાંથી કયું દ્રવ્ય યોગ્ય છે ?
(A) તાંબું
(B) સ્ટીલ
(C) નિકલ
(D) નરમ લોખંડ
જવાબ
(D) નરમ લોખંડ

પ્રશ્ન 104.
કાયમી ચુંબક બનાવવા માટે વપરાતા દ્રવ્યની હોય છે.
(A) ઊંચી રિટેન્ટિવિટી, નીચી કોઅર્સિવિટી
(B) નીચી રિટેન્ટિવિટી, ઊંચી કોઅર્સિવિટી
(C) નીચી રિટેન્ટિવિટી, નીચી કોઅર્સિવિટી
(D) ઊંચી રિટેન્ટિવિટી, ઊંચી કોઅર્સિવિટી
જવાબ
(D) ઊંચી રિટેન્ટિવિટી, ઊંચી કોઅર્સિવિટી

પ્રશ્ન 105.
વિદ્યુતચુંબક બનાવવા માટે વપરાતા દ્રવ્યની ………………………….. હોય છે.
(A) ઊંચી રિટેન્ટિવિટી, ઊંચી કોઅર્સિવિટી
(B) નીચી રિટેન્ટિવિટી, નીચી કોઅર્સિવિટી
(C) ઊંચી રિટેન્ટિવિટી, નીચી કોઅર્સિવિટી
(D) નીચી રિટેન્ટિવિટી, ઊંચી કોઅર્સિવિટી
જવાબ
(B) નીચી રિટેન્ટિવિટી, નીચી કોઅર્સિવિટી

પ્રશ્ન 106.
નીચેનામાંથી કોની ચુંબકીય સસેપ્ટિબિલિટી ઋણ છે ?
(A) ફેરોમૅગ્નેટિક પદાર્થ
(B) પેરામૅગ્નેટિક પદાર્થ
(C) ડાયામૅગ્નેટિક પદાર્થ
(D) ઉ૫૨નામાંથી કોઈ નહિ
જવાબ
(C) ડાયામૅગ્નેટિક પદાર્થ
ડાયામૅગ્નેટિક પદાર્થ માટે : −1 ≤ χ < 0
પેરામૅગ્નેટિક પદાર્થ માટે : 0 < χ < ε ફેરોમૅગ્નેટિક પદાર્થ માટે : x >> 1


પ્રશ્ન 107.
ડાયામેગ્નેટિક પદાર્થની સાપેક્ષ પરમિઍબિલિટી ………………….. છે.
(B) નાની પણ 1 કરતાં વધારે
(A) ઘણી મોટી
(C) 1 કરતાં ઓછી
(D) ઋણ
જવાબ
(C) 1 કરતાં ઓછી
Km + χm માં ડાયામૅગ્નેટિક પદાર્થ માટે χm ઋણ
હોવાથી Km એ 1 કરતાં ઓછી થાય.

પ્રશ્ન 108.
નીચેનામાંથી કયા પદાર્થો પર તાપમાનની અસર થતી નથી ?
(A) ડાયામૅગ્નેટિક
(B) પેરામૅગ્નેટિક
(C) ફેરોમૅગ્નેટિક
(D) આપેલા બધા જ
જવાબ
(A) ડાયામૅગ્નેટિક

પ્રશ્ન 109.
હાઇડ્રોજન પરમાણુ પેરામેગ્નેટિક છે. હાઇડ્રોજન અણુ ……………………….. છે.
(A) ડાયામૅગ્નેટિક
(B) પેરામૅગ્નેટિક
(C) ફેરોમૅગ્નેટિક
(D) ઉ૫૨માંથી કોઈ નહીં
જવાબ
(A) ડાયામૅગ્નેટિક
હાઇડ્રોજનનો પરમાણુ કાયમી ચુંબકીય ડાયપોલ મૉમેન્ટ ધરાવે છે જ્યારે તેનો અણુ કાયમી ચુંબકીય ડાયપોલ મૉમેન્ટ ધરાવતો નથી.

પ્રશ્ન 110.
એક ફેરોમેગ્નેટિક પદાર્થની 27°C તાપમાને સસેપ્ટિબિલિટી Xm છે, તો કયા તાપમાને તેની સસેપ્ટિબિલિટી અડધી થશે ?
(A) 600°C
(B) 300°C
(C) 54°C
(D) 327°C
જવાબ
(D) 327°C
GSEB Std 12 Physics MCQ Chapter 5 ચુંબકત્વ અને દ્રવ્ય in Gujarati 27
∴ T2 = 600K
∴ t2 = T2 – 273 = 600 – 273 = 327 °C

પ્રશ્ન 111.
કાયમી ચુંબકની હિસ્ટરીસિસ સાઇકલ ………………….. હોય છે.
(A) ટૂંકી અને પહોળી
(B) લાંબી અને સાંકડી
(C) લાંબી અને પહોળી
(D) ટૂંકી અને સાંકડી
જવાબ
(C) લાંબી અને પહોળી
કાયમી ચુંબકની રિટેન્ટિવિટી વધુ હોય છે. ઉપરાંત તેમાં ઓરડાના તાપમાને લાંબા સમય સુધી મૅગ્નેટિઝમ જળવાઈ રહે છે માટે B – H વક્ર વધુ પહોળો હોય છે.

પ્રશ્ન 112.
B, H, μ અને μ0 વચ્ચેનો સાચો સંબંધ ………………..
(A) B = μμ0 Η
(B) B = μ0μ H
(C) B = μ0μ H
(D) B = μ0μrH
જવાબ
(D) B = μ0μrH


પ્રશ્ન 113.
અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં, ડાયામેગ્નેટિક પદાર્થ પર લાગતું પરિણામી બળ …………………… હોય છે.
(A) પ્રબળ ચુંબકીય ક્ષેત્રથી નબળા ચુંબકીય ક્ષેત્ર તરફ
(B) ચુંબકીય ક્ષેત્રને લંબ દિશામાં
(C) નબળા ચુંબકીય ક્ષેત્રથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ
(D) શૂન્ય
જવાબ
(A) પ્રબળ ચુંબકીય ક્ષેત્રથી નબળા ચુંબકીય ક્ષેત્ર તરફ .
GSEB Std 12 Physics MCQ Chapter 5 ચુંબકત્વ અને દ્રવ્ય in Gujarati 28
જો ડાયામૅગ્નેટિક પદાર્થને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે પદાર્થનો દક્ષિણ ધ્રુવ (S) પ્રબળ ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાં અને તેનો ઉત્તર ધ્રુવ (N) નિર્બળ ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાં આવે છે. તેથી FqmB અનુસાર S ધ્રુવ પર લાગતું બળ તેના N ધ્રુવ પર લાગતા બળ કરતાં વધારે હોય છે. આથી આ પદાર્થ પર લાગતું પરિણામી બળ પ્રબળ ચુંબકીય ક્ષેત્રથી નબળા ચુંબકીય ક્ષેત્ર તરફ લાગે છે.

પ્રશ્ન 114.
જ્યારે પેરામેગ્નેટિક પદાર્થને ગજિયા ચુંબકના ઉત્તર અથવા દક્ષિણ ધ્રુવ પાસે લાવવામાં આવે છે ત્યારે તે,
(A) અપાકર્ષણ અનુભવે છે.
(B) આકર્ષણ અનુભવે છે.
(C) આકર્ષણ કે અપાકર્ષણ કશું અનુભવતો નથી.
(D) કયા ધ્રુવ પાસે લાવીએ છીએ તે અનુસાર આકર્ષણ કે અપાકર્ષણ અનુભવે છે.
જવાબ
(B) આકર્ષણ અનુભવે છે.
કારણ કે પેરામૅગ્નેટિક પદાર્થ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં મૅગ્નેટાઇઝ્ડ થાય છે.

પ્રશ્ન 115.
શૂન્યાવકાશ માટે મેગ્નેટાઇઝેશન …………………….. હોય છે.
(A) ઋણ
(B) ધન
(C) અનંત
(D) શૂન્ય
જવાબ
(D) શૂન્ય
શૂન્યાવકાશનું મૅગ્નેટાઇઝેશન ન થતું હોવાથી M = 0

પ્રશ્ન 116.
પાણી ………………… છે.
(A) ડાયામૅગ્નેટિક
(B) પેરામૅગ્નેટિક
(C) ફેરોમૅગ્નેટિક
(D) આ બધામાં કોઈ નહીં
જવાબ
(A) ડાયામૅગ્નેટિક
પાણીનો અણુ H2O કાયમી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતો નથી.

પ્રશ્ન 117.
0.15m × 0.02m × 0.01m પરિમાણવાળા ચુંબકની ચુંબકીય ચાકમાત્રા 1.2Am2 છે. તો તેની મૅગ્નેટાઇઝેશનની તીવ્રતા m …………………. હશે.
(A) 4 × 104 Am-1
(B) 2 × 104 Am-1
(C) 104 Am-1
(D) 8 × 104 Am-1
જવાબ
(A) 4 × 104 Am-1
મૅગ્નેટાઇઝેશનની તીવ્રતા એટલે એકમ કદ દીઠ પ્રેરિત થતી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ.
∴ m = m1 V=1.20.15×0.02×0.01
∴ m = 4 × 104 Am-1

પ્રશ્ન 118.
નીચેનામાંથી કયો પદાર્થ પેરામેગ્નેટિક પદાર્થ તરીકે વર્તે છે ?
(A) નિકલ
(B) લોખંડ
(C) ઍલ્યુમિનિયમ
(D) હાઇડ્રોજન
જવાબ
(C) ઍલ્યુમિનિયમ

પ્રશ્ન 119.
પેરામેગ્નેટિક પદાર્થની ચુંબકીય સસેપ્ટિબિલિટી …………………………… હોય છે.
(A) શૂન્ય
(B) ઋણ
(C) ધન
(D) અનંત
જવાબ
(C) ધન


પ્રશ્ન 120.
ડોમેઇનના સર્જનનું મૂળભૂત લક્ષણ શામાં હોય છે ?
(A) ફેરોમૅગ્નેટિઝમમાં
(B) પેરામૅગ્નેટિઝમમાં
(C) ડાયામૅગ્નેટિઝમમાં
(D) આ બધામાં
જવાબ
(A) ફેરોમૅગ્નેટિઝમમાં
લોખંડ, કોબાલ્ટ, નિકલ અને તેની મિશ્રધાતુ ફેરોમૅગ્નેટિક પદાર્થ છે. જે ડોમેઇન્સ બંધારણ ધરાવે છે. પરંતુ આ ડોમેઇન્સ સામાન્ય સ્થિતિમાં અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હોય છે.

પ્રશ્ન 121.
ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ ………………………. માં થાય છે.
(A) ઇલેક્ટ્રિક બેલ
(B) ગૂંચળું
(C) ગૅલ્વેનોમીટર
(D) ઍમીટર
જવાબ
(A) ઇલેક્ટ્રિક બેલ
ઇલેક્ટ્રૉમૅગ્નેટની પરમિએબિલિટી વધુ અને રિટેન્ટિવિટી ઓછી હોવાથી તેનો ઉપયોગ વિદ્યુતઘંટડીમાં થાય છે.

પ્રશ્ન 122.
એક પેરામેગ્નેટિક પદાર્થની ચુંબકીય સસેપ્ટિબિલિટી -73°C તાપમાને 0.0050 છે, તો -173°C તાપમાને ચુંબકીય
સસેપ્ટિબિલિટી શોધો.
(A) 0.010
(C) 0.0020
(B) 0.0025
(D) 0.0030
જવાબ
(A) 0.010
ક્યુરીના નિયમ પરથી χm = μ0CT માં μ0C અચળ
∴ χm1 T
χm2χm1=T1 T2
χm20.005=27373273173=200100
∴ χm2 = 2 × 0.005
∴ χm2 = 0.010

પ્રશ્ન 123.
લોખંડની સાપેક્ષ પરમિએબિલિટી 5500 છે, તો તેની ચુંબકીય સસેપ્ટિબિલિટી કેટલી ?
(A) 5500 × 107
(C) 5501
(B) 5499
(D) 5500 × 10-7
જવાબ
(B) 5499
μr = 1 + χm ∴ χm = μr – 1
= 5500 – 1 = 5499

પ્રશ્ન 124.
800 સાપેક્ષ પરમિએબિલિટી અને 500 આંટાના તારથી ફેરોમેગ્નેટિક કોરવાળી અને સરેરાશ ત્રિજ્યા 15 cm પર વીંટાળેલા છે. જો મેગ્નેટાઇઝિંગ પ્રવાહ 1.2 A નો હોય ત્યારે કોરમાં કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવશે ?
(A) 5.48 T
(B) 4.48 T
(C) 6.48 T
(D) 7.48 T
જવાબ
(B) 4.48 T
B = μNI2πR=μ0μrNI2πR
= 4×3.14×107×800×1.22×3.14×15×102 = 4.48 T

પ્રશ્ન 125.
એક લોખંડના કોરમાં ચુંબકીય પ્રેરણ 1T અને ચુંબકીય તીવ્રતા 150 Am-1 છે, તો લોખંડની સાપેક્ષ પરમિએબિલિટી ………………….. (μ0 = 4π × 10-7 હેન્રી m-1 લો.)
(A) 1064π
(B) 1034π
(C) 1034π
(D) 1056π
જવાબ
(D) 1056π
B = μH
∴ B = μ0μrH
∴ μr = Bμ0H
= 14×π×107×150
= 1056π હેન્રી m-1


પ્રશ્ન 126.
B → H ના આલેખમાં B = 0 મળે ત્યારે H ના મૂલ્યને …………………… કહે છે.
GSEB Std 12 Physics MCQ Chapter 5 ચુંબકત્વ અને દ્રવ્ય in Gujarati 29
(A) રિટેન્ટિવિટી
(B) સંતૃપ્ત મૅગ્નેટાઇઝેશન
(C) કોઅર્સિવિટી
(D) વિદ્યુતચુંબક
જવાબ
(C) કોઅર્સિવિટી

પ્રશ્ન 127.
મેગ્નેટાઇઝેશનની તીવ્રતા M અને ચુંબકીય તીવ્રતા H છે. મૅગ્નેટિક સસેપ્ટિબિલિટી (χm) નું સૂત્ર આપો.
(A) MH
(B) HM
(C) M × H
(D) 2MH
જવાબ
(A) MH

પ્રશ્ન 128.
શૂન્યાવકાશની ચુંબકીય સસેપ્ટીબિલિટી શું છે ?
(A) 0
(B) -1
(C) 1
(D) +∞
જવાબ
(A) 0
χm = MH મુજબ શૂન્યાવકાશમાં મૅગ્નેટાઇઝેશન M = 0
હોવાથી χm = 0 થાય.

પ્રશ્ન 129.
μ0 એ શૂન્યાવકાશની પરમિએબિલિટી છે. χm એ સસેપ્ટિબિલિટી છે, તો દ્રવ્યની પરમિએબિલિટી ………………….
(A) μ = μ0(1 + χm)
(B) μ = μ0m – 1)
(C) μ = μ0(1 – χm)
(D) μ = μ01+χm
જવાબ
(A) μ = μ0(1 + χm)
સાપેક્ષ પરમિએબિલિટી μ0μ = 1 + χm
⇒ μ = μ0 (1 + χm)

પ્રશ્ન 130.
ક્યૂરીના નિયમ પ્રમાણે ………………….
(A) χm ∝ T
(B) χm1 T
(C) χm ∝ (T – 273)
(D) χm1 T2
જવાબ
(B) χm1 T
χm = Cμ0 T [ક્યૂરીનો નિયમ, જ્યાં C ક્યુરી અચળાંક છે
અને μ0 શૂન્યાવકાશની પરમિએબિલિટી]
∴ χm1 T0 અને C અચળ છે.)

પ્રશ્ન 131.
સમક્ષિતિજ સમતલમાં રાખેલી એક ચુંબકીય સોય પૃથ્વીનાં ચુંબકીય ક્ષેત્રમાં આંદોલન કરે છે. જો આ સોયનું તાપમાન વધારીને સોયના દ્રવ્યના ક્યુરી તાપમાન કરતાં પણ ઊંચું લઈ જવામાં આવે તો,
(A) આંદોલનનો આવર્તકાળ ઘટશે.
(B) આંદોલનનો આવર્તકાળ વધશે.
(C) આંદોલનનો આવર્તકાળ તેટલો જ રહેશે.
(D) સોય આંદોલન કરતી બંધ થઈ જશે.
જવાબ
(D) સોય આંદોલન કરતી બંધ થઈ જશે.
ફેરોમૅગ્નેટિક પદાર્થનું તાપમાન જેમ-જેમ વધારતાં જઈએ, તેમ- તેમ ડોમેઇન બંધારણ વિકૃત થતાં ક્યુરી તાપમાને આપેલા પદાર્થનું બંધારણ સંપૂર્ણ તૂટી જાય છે અને દરેક પ૨માણુની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એકબીજાથી સ્વતંત્ર થઈ જાય છે અને પદાર્થ પેરામૅગ્નેટિક પદાર્થમાં ફેરવાઈ જાય છે. તેથી દોલનો બંધ પડી જાય છે.

પ્રશ્ન 132.
એક પદાર્થની સાપેક્ષ પરમિએબિલિટી 0,075 છે. તેની ચુંબકીય સસેપ્ટિબિલિટી …………………….. હોય.
(A) 0.925
(B) -0.925
(C) 1.075
(D) -1.075
જવાબ
(B) -0.925
= સાપેક્ષ પરમિએબિલિટી μr = 1 + χm પણ μr = Km
∴ Km = 1 + χm
∴ χm = Km – 1 = 0.0751. ∴ χm = -0.925


પ્રશ્ન 133.
100 આંટા/m ધરાવતા એક ટૉરોઇડમાંથી 3A પ્રવાહ વહે છે. ટોરોઇડનું કોર લોખંડનું બનેલું છે. જેની સાપેક્ષ મેગ્નેટિક પરમિએબિલિટી આપેલ પરિસ્થિતિમાં μr = 5000 છે. લોખંડની અંદર ચુંબકીય ક્ષેત્ર ……………….. હોય.
0 = 4π × 10-7 Tm A-1 લો.)
(A) 0.15 T
(B) 0.47 T
(C) 1.5 × 10-2 T
(D) 1.88 T
જવાબ
(D) 1.88 T
અહીં, μr = 5000
= 5000 × 4π × 10-7
H = if = nIf
H = 100 × 3 = 300Am-1
B = μH
– 5000 × 4 × 3.14 × 10-7 × 300
= 60 × 3.14 × 10-2 = 188.4 × 10-2
∴ B ≈ 1.88 T

પ્રશ્ન 134.
એક સળિયાના દ્રવ્યની ચુંબકીય સસેપ્ટિબિલિટી 499 છે, તો સળિયાના દ્રવ્યની નિરપેક્ષ પરમિએબિલિટી શોધો.
(A) π × 10-4 TmA
(B) 4π × 10-4 TmA
(C) 3π × 10-4 TmA
(D) 2π × 10-4 TmA
જવાબ
(D) 2π × 10-4 TmA
μr = χm + 1
μμ0 = χm + 1 (∵ μr = μμ0)
∴ μ = μ0m + 1) = 4π × 10-7(499 + 1)
μ = 2π × 10-4 TmA

પ્રશ્ન 135.
ડાયામૅગ્નેટિક પદાર્થ માટે સસેપ્ટિબિલિટી → તાપમાનનો આલેખ ……………………. છે.
GSEB Std 12 Physics MCQ Chapter 5 ચુંબકત્વ અને દ્રવ્ય in Gujarati 30
જવાબ
GSEB Std 12 Physics MCQ Chapter 5 ચુંબકત્વ અને દ્રવ્ય in Gujarati 31
ડાયામૅગ્નેટિક પદાર્થ માટે χ ઋણ છે અને તે તાપમાન પર આધારિત નથી.

પ્રશ્ન 136.
પેરામેગ્નેટિક પદાર્થ માટે χ → 1 T નો આલેખ ……………………. છે.
GSEB Std 12 Physics MCQ Chapter 5 ચુંબકત્વ અને દ્રવ્ય in Gujarati 32
જવાબ
GSEB Std 12 Physics MCQ Chapter 5 ચુંબકત્વ અને દ્રવ્ય in Gujarati 33
ક્યુરીના નિયમ અનુસાર, χ ∝ 1 T

પ્રશ્ન 137.
પેરામૅગ્નેટિક પદાર્થ માટે મેગ્નેટાઇઝેશન (M) → મેગ્નેટાઇઝિંગ ક્ષેત્ર (H) નો આલેખ …………………….. છે.
GSEB Std 12 Physics MCQ Chapter 5 ચુંબકત્વ અને દ્રવ્ય in Gujarati 34
(A) A
(B) B
(C) C
(D) D
જવાબ
(A) A

પ્રશ્ન 138.
કોઈ એક પદાર્થનો B→ H હિસ્ટરીસિસ વક્ર નીચે દર્શાવેલ છે. આ પદાર્થને અલ્પજીવી ચુંબક બનાવવો હોય તો નીચેનામાંથી કયો વક્ર (આલેખ) સૌથી વધારે અનુકૂળ છે ?
GSEB Std 12 Physics MCQ Chapter 5 ચુંબકત્વ અને દ્રવ્ય in Gujarati 35
જવાબ
GSEB Std 12 Physics MCQ Chapter 5 ચુંબકત્વ અને દ્રવ્ય in Gujarati 36

(a) વિધાન અને કારણ બંને સત્ય છે અને કારણ વિધાનની સાચી સમજૂતી છે.
(b) વિધાન અને કારણ બંને સત્ય છે, પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
(c) વિધાન સાચું છે, પરંતુ કારણ ખોટું છે.
(d) વિધાન અને કારણ બંને ખોટાં છે.


પ્રશ્ન 139.
વિધાન : હોકાયંત્રની ચુંબકીય સોય વડે ભૌગોલિક ઉત્તર ધ્રુવની સાચી દિશા મેળવવામાં આવે છે.
કારણ : પૃથ્વીનો મેગ્નેટિક મેરિડિયન એ પૃથ્વીના ભ્રમણાક્ષની દિશાને સમાંતર છે. (2004)
(A) a
(B) b
(C) c
(D) d
જવાબ
(D) d

પ્રશ્ન 140.
વિધાનઃ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સતત અને બંધમાર્ગ ધરાવતી હોય છે.
કારણ : ચુંબકના એક જ ધ્રુવનું અસ્તિત્વ હોતું નથી. (2011)
(A) a
(B) b
(C) c
(D) d
જવાબ
(A) a

પ્રશ્ન 141.
ચુંબકીય ડાયપોલ મોમેન્ટ સદિશ રાશિ છે અને તેની દિશા …………………….. તરફની હોય છે. (2002)
(A) ઉત્તરથી દક્ષિણ
(B) દક્ષિણથી ઉત્તર
(C) પૂર્વથી પશ્ચિમ
(D) પશ્ચિમથી પૂર્વ
જવાબ
(B) દક્ષિણથી ઉત્તર
m⃗  = p(2l⃗ ) છે અને દિશા દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફની છે.

પ્રશ્ન 142.
અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલી ચુંબકીય સોય ક્ષેત્રને સમાંતર ન હોય ત્યારે શું અનુભવશે ? (2005)
(A) બળ, પણ ટૉર્ક નહીં
(B) ટૉર્ક, પણ બળ નહીં
(C) બળ અને ટૉર્ક બંને
(D) બળ અથવા ટૉર્ક એક પણ નહીં
જવાબ
(C) બળ અને ટૉર્ક બંને.
અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં સોયના બંને છેડા (ધ્રુવો) ૫૨ લાગતાં બળોનાં મૂલ્યો અસમાન અને દિશા પરસ્પર વિરુદ્ધ હોય છે. તેથી પરિણામી બળ શૂન્ય ન મળતાં કંઈક બળ અનુભવશે અને આ બંને બળો એક રેખસ્થ ન હોવાથી બળયુગ્મની ચાકમાત્રા (એક બળનું મૂલ્ય x બે બળો વચ્ચેનું લંબ અંતર) એટલે ટૉર્ક અનુભવશે.

પ્રશ્ન 143.
N1, N2, N3 ત્રણ ચુંબકીય સોયો અનુક્રમે ફેરોમેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ડાયામેગ્નેટિક પદાર્થમાંથી બનાવેલ છે. તેમની નજીક ચુંબકને લાવતાં …………………. (2006)
(A) ત્રણેય સોયો આકર્ષાશે.
(B) N1 અને N2 ને પ્રબળ આકર્ષશે પણ N3 ને અપાકર્ષશે.
(C) N1 ને પ્રબળ આકર્ષશે, N2 ને નબળું આકર્ષશે અને N3 ને ઓછું અપાકર્ષશે.
(D) N1 ને પ્રબળ આકર્ષશે, પણ N2 અને N3 ને ઓછું અપાકર્ષશે.
જવાબ
(C) N1 ને પ્રબળ આકર્ષશે, N2 ને નબળું આકર્ષશે અને N3 ને ઓછું અપાકર્ષશે.

પ્રશ્ન 144.
εr અને μr એ અનુક્રમે પરમિટિવિટી અને સાપેક્ષ પરમિએબિલિટી છે. તો નીચેનામાંથી ડાયામૅગ્નેટિક પદાર્થ માટે કયાં મૂલ્યો હોઈ શકે ? (2008)
(A) εr = 1.5, μr = 1.5
(B) εr = 0.5, μr = 1.5
(C) εr = 1.5, μr = 0.5
(D) εr = 0.5, μr= 0.5
જવાબ
(C) εr = 1.5, μr = 0.5
ડાયામૅગ્નેટિક પદાર્થ માટે μr < 1 અને કોઈ પણ પદાર્થ માટે εr >>> 1. તેથી સાચો વિકલ્પ (C).

પ્રશ્ન 145.
નાના ચુંબકની કોઅર્સિવિટી 3 × 103 Am-1 છે કે જ્યાં ફેરોમૅગ્નેટને ડીમેગ્નેટાઇઝ કરેલ છે. 10 cm લાંબા અને 100 આંટાવાળા સોલેનોઇડની અંદર ચુંબકને ડીમેગ્નેટાઇઝ કરવા જરૂરી પ્રવાહ ……………………… (JEE 2014)
(A) 60 mA
(B) 3 A
(C) 6 A
(D) 30 mA
જવાબ
(B) 3 A
H = if
H = nIf [∵ if = nIf]
H = NIfl [∵ n = NIfl]
∴ If = Hl N=3×103×0.1100 ∴ If = 3 A


પ્રશ્ન 146.
એક દ્રવ્યનો હિસ્ટરીસિસ વક્ર આકૃતિમાં બતાવ્યા પ્રમાણેનો છે, તો આ દ્રવ્ય માટે રિટેન્ટિવિટી, કોઅર્સિવિટી અને સંતૃપ્ત મૅગ્નેટાઇઝેશન અનુક્રમે ………………… (JEE Jan. – 2020)
GSEB Std 12 Physics MCQ Chapter 5 ચુંબકત્વ અને દ્રવ્ય in Gujarati 37
(A) 50 A/m, 1T, 1.5 T
(B) 1.5 T, 50 A/m, 1 T
(C) 1 T, 50 A/m, 1.5 T
(D) 50 A/m, 1.5 T, 1 T
જવાબ
(C) 1 T, 50 A/m, 1.5 T
x = રિટેન્ટિવિટી [H = 0 હોય ત્યારે B નું મૂલ્ય]
y = કૉઅર્સિવિટી [B 0 હોય ત્યારે H નું મૂલ્ય]
z = સંતૃપ્ત મૅગ્નેટાઇઝેશન [B નું મહત્તમ મૂલ્ય]
∴ x = 1 T,
y = 50 A/m
અને z = 1.5T

પ્રશ્ન 147.
ના પરિમાણ શોધો. (JEE Jan.- 2020)
(A) M1 L-1 T-2
(B) M1 L2 T-2
(C) M1 L-1 T2
(D) M1 L-2 T-1
જવાબ
(A) M1 L-1 T-2
ચુંબકીય ક્ષેત્રમાં ઊર્જા ઘનતા = B22μ0
GSEB Std 12 Physics MCQ Chapter 5 ચુંબકત્વ અને દ્રવ્ય in Gujarati 38

પ્રશ્ન 148.
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર 0.06 T ના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્ર સાથે 30° ના કોણે મૂકેલો એક ગજિયો ચુંબક 0.018 Nm નું ટોર્ક અનુભવે છે. જ્યારે બાહ્યબળ લાગવાથી ચુંબક લઘુતમ સ્થિતિઊર્જાથી મહત્તમ સ્થિતિઊર્જા જેટલું ભ્રમણ કરે, તો થતું કાર્ય શોધો. (JEE Main – 2020)
GSEB Std 12 Physics MCQ Chapter 5 ચુંબકત્વ અને દ્રવ્ય in Gujarati 39
(A) 9.2 × 10-3J
(B) 11.7 × 10-3 J
(C) 7.2 × 10-2 J
(D) 6.4 × 10-2 J
જવાબ
(C) 7.2 × 10-2 J
τ = mBsinθ
∴ m = τBsinθ=0.0180.06×1/2 [∵ sinθ = sin 30° = 12
∴ m = 0.6 Am2
કાર્યઊર્જા પ્રમેય અનુસાર,
W = ΔU
= mB[cos0° – cos180°]
= mB[1 – (- 1)]
= 0.6 × 0.06 × 2 = 7.2 × 10-2 J

પ્રશ્ન 149.
એક વર્તુળાકાર ગૂંચળાના કોઈ પણ વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા 0.8kg m2 છે અને તેમાંથી પ્રવાહ પસાર કરતાં 20 Am2 જેટલી ચુંબકીય ચાકમાત્રા ઉત્પન થાય છે. ગૂંચળું શરૂઆતમાં ઊર્ધ્વ રાખેલું છે અને તેને સમક્ષિતિજ વ્યાસને અનુલક્ષીને ભ્રમણ કરાવવામાં આવે છે. જ્યારે ઊર્ધ્વ દિશામાં 4T નું નિયમિત ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે છે ત્યારે તે સમક્ષિતિજ વ્યાસને અનુલક્ષીને ભ્રમણ કરાવવાનું ચાલુ કરે છે. ગૂંચળાના ભ્રમણ પછી તે 60° ના ખૂણે આવે ત્યારે તેની કોણીય ઝડપ …………………….. (JEE Main – 2020)
(A) 20 rad s-1
(B) 10 rad s-1
(C) 20π rad s-1
(D) 10π rad s-1
જવાબ
(B) 10 rad s-1
ઊર્જા સંરક્ષણના નિયમ પરથી,
122 = U1 – U2 જ્યાં, U1 = પ્રારંભિક ઊર્જા,
U2 = અંતિમ ઊર્જા
= -mBco s60° – (- mB)
= –m B2 + mB
122 = m B2
∴ ω2 = m BI=20×40.8 = 100
∴ ω = 10 rad s-1


પ્રશ્ન 150.
0.85 T ના ચુંબકીય ક્ષેત્રમાં 250 આંટાવાળા અને 2.1 cm લાંબા તથા 1.25 cm પહોળાઈના લંબચોરસ ગૂંચળામાંથી 85 LA નો પ્રવાહ પસાર થાય છે. આ ગૂંચળાને 180° નું
ભ્રમણ આપતાં ટોર્ક વિરૂદ્ધ થતું કાર્ય ………………………….. (NEET-2017(Eng.))
(A) 4.55 µJ
(B) 2.3 µJ
(C) 1.15 µJ
(D) 9.1 µJ
જવાબ
(D) 9.1 µJ
ટૉર્ક વિરુદ્ધ થતું કાર્ય,
W = mB [cos θ1 – cos θ2]
= mB [cos 0° – cos 180°]
= mB [1 – (-1)]
= mB [2]
= 2mB = 2 NIAB [∵ m = NIA]
= 2 × 250 × 85 × 10-6 × 2.1 × 10-2 ×
1.25 × 10-2 × 0.85
= 94828.125 × 10-10 ≈ 9.5 × 10-6 J
= 9.5 µJ નજીકનું મૂલ્ય વિકલ્પ (D) માં છે.

પ્રશ્ન 151.
એક વિદ્યુતચુંબકના ધ્રુવો વચ્ચે એક પાતળા ડાયામેગ્નેટિક સળિયાને ઊભો રાખવામાં આવે છે. જ્યારે આ વિદ્યુત ચુંબકમાં પ્રવાહ ચાલુ કરવામાં આવે છે, ત્યારે આ ડાયામૅગ્નેટિક સળિયો સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રમાં ઉપર તરફ ધકેલાય છે. તેથી આ સળિયો ગુરુત્વ-સ્થિતિ ઊર્જા પ્રાપ્ત કરે છે. આ માટે કરવું પડતું જરૂરી કાર્ય આવે છે. (NEET – 2018)
(A) બદલાતાં ચુંબકીય ક્ષેત્રના લીધે પ્રેરિત વિદ્યુત ક્ષેત્રમાંથી
(B) પ્રવાહ ઉદ્ગમમાંથી
(C) આ સળિયાના લેટિસ બંધારણમાંથી
(D) ચુંબકીય ક્ષેત્રમાંથી
જવાબ
(B) પ્રવાહ ઉદ્ગમમાંથી
જ્યારે પ્રવાહ ઉદ્ગમ ચાલુ કરવામાં આવે ત્યારે ચુંબકના બે ધ્રુવો વચ્ચે ચુંબકીય ક્ષેત્ર રચાય છે.
ડાયામૅગ્નેટિકની લાક્ષણિક્તા એ છે કે તે પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફથી નબળા ચુંબકીય ક્ષેત્ર તરફ ધકેલાય છે અને તેથી કાર્ય થાય છે.

પ્રશ્ન 152.
પૃથ્વીની સપાટી પરના કોઈ એક બિંદુ A પર ડીપ કોણ δ = 25° છે. પૃથ્વીની સપાટી પરના બિંદુ B પર ડીપ કોણ δ = -25॰ છે. આપણે એમ સમજી શકીએ કે (NEET-2019)
(A) A અને B બંને દક્ષિણ ગોળાર્ધમાં સ્થિત છે.
(B) A અને B બંને ઉત્તર ગોળાર્ધમાં સ્થિત છે.
(C) A એ દક્ષિણ અર્ધગોળાર્ધમાં સ્થિત છે અને B એ ઉત્તર ગોળાર્ધમાં સ્થિત છે.
(D) A એ ઉત્તર અર્ધગોળાર્ધમાં સ્થિત છે અને B એ દક્ષિણ અર્ધગોળાર્ધમાં સ્થિત છે.
જવાબ
(C) A એ દક્ષિણ અર્ધગોળાર્ધમાં સ્થિત છે અને B એ ઉત્તર ગોળાર્ધમાં સ્થિત છે.
ઉત્તર અર્ધગોળાર્ધમાં ડીપ કોણ ધન હોય છે અને દક્ષિણ અર્ધગોળાર્ધમાં ડીપ કોણ ઋણ હોય છે.

પ્રશ્ન 153.
599 સસેપ્ટીબિલિટી ધરાવતા એક લોખંડના સળિયા 1200 Am-1 ચુંબકીય ક્ષેત્ર આપવામાં આવે છે. આ સળિયા દ્રવ્યની પરમિએબિલિટી છે. (µ0 = 4π × 10-7 TmA-1) (NEET-2020)
(A) 2.4π × 10-4 TmA-1
(B) 8.0 × 10-5 TmA-1
(C) 2.4π × 10-5 TmA-1
(D) 2.4π × 10-7 TmA-1
જવાબ
(A) 2.4π × 10-4 TmA-1
Km = 1 + χm
μμ0 = 1 + 599
μ4π×107 = 600
∴ µ = 2.4π × 10-4 TmA-1
અહીં
χm = 599
H = 1200 Am-1
µ = ?
µ0 = 4π × 10-7 TmA-1

પ્રશ્ન 154.
ઊભા ગોઠવેલા સોલેનોઇડમાંથી વિધુતપ્રવાહ પસાર કરતાં તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આ સોલેનોઇડના ઉપલા છેડા પર એક દેડકાને મૂકતાં તે ચુંબકીય ક્ષેત્રની અસર નીચે હવામાં અધ્ધર થઈને તરે છે. આમ શક્ય બનવાનું કારણ એ છે કે, (2003)
(A) દેડકાનું શરીર પેરામૅગ્નેટિક પદાર્થ તરીકે વર્તે છે.
(B) દેડકાનું શરીર ડાયામૅગ્નેટિક પદાર્થ તરીકે વર્તે છે.
(C) દેડકાનું શરીર ફેરોમૅગ્નેટિક પદાર્થ તરીકે વર્તે છે.
(D) દેડકાનું શરીર પ્રતિ-ફેરોમૅગ્નેટિક પદાર્થ તરીકે વર્તે છે.
જવાબ
(A) દેડકાનું શરીર પેરામૅગ્નેટિક પદાર્થ તરીકે વર્તે છે.

  • દેડકો હવામાં અધ્ધર થાય તેવું ત્યારે જ બંને જ્યારે દેડકાના શરીરમાં બાહ્ય-ચુંબકીય ક્ષેત્રને અપાકર્ષતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. આથી દેડકાનું શરીર પેરામૅગ્નેટિક પદાર્થ તરીકે વર્તતું હોવું જોઈએ.
  • કારણ કે પેરામૅગ્નેટિક પદાર્થ, બાહ્ય-ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ પોતાની અંદર નવું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, જે બાહ્યક્ષેત્ર કરતાં વિરુદ્ધ દિશા ધરાવતું હોય છે.

પ્રશ્ન 155.
ચુંબકના બે ધ્રુવ વચ્ચે રહેલા પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહી ઑક્સિજનનું ટીપું હવામાં તરે છે, કારણ કે તે ……………………. (2003)
(A) ડાયામૅગ્નેટિક પદાર્થ છે.
(B) પેરામૅગ્નેટિક પદાર્થ છે.
(C) ફેરોમૅગ્નેટિક પદાર્થ છે.
(D) પ્રતિ-ફેરોમૅગ્નેટિક પદાર્થ છે.
જવાબ
(B) પેરામૅગ્નેટિક પદાર્થ છે.
O2 પેરામૅગ્નેટિક પદાર્થ છે.


પ્રશ્ન 156.
આદર્શ ડાયામેગ્નેટિક પદાર્થની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ……………………….. હોય. (2004)
(A) −1
(B) 0
(C) +1
(D) ∞
જવાબ
(A) -1
ડાયામૅગ્નેટિક પદાર્થ માટે −1 ≤ χm < 0
પરંતુ સંપૂર્ણ આદર્શ ડાયામૅગ્નેટિક પદાર્થ માટે χm = -1 હોય છે. (જે સેમિકન્ડક્ટર પદાર્થ છે.)

પ્રશ્ન 157.
mp ધ્રુવમાન ધરાવતા એક જ ચુંબકીયધ્રુવ વડે r અંતરે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા, (2008)
(A) mpr2
(B) mpr2
(C) r2 mp
(D) mpr
જવાબ
(A) mpr2
માત્ર, mp ધ્રુવમાન વડે ૪ અંતરે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા
Br = mpr2

પ્રશ્ન 158.
આકૃતિમાં દર્શાવેલ અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં વિધુતભારરહિત કણ વેગથી ગતિ કરે છે, તો તેનો વેગ …………………….. હોય છે. (2010)
GSEB Std 12 Physics MCQ Chapter 5 ચુંબકત્વ અને દ્રવ્ય in Gujarati 40
(A) A તથા B આગળ મહત્તમ
(B) A તથા B આગળ ન્યૂનતમ
(C) M આગળ મહત્તમ
(D) બધા બિંદુએ સમાન
જવાબ
(D) બધા બિંદુએ સમાન
વિદ્યુતભારરહિત કણ પર ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીયબળ લાગતું નથી.

પ્રશ્ન 159.
નીચે આપેલા પદાર્થો પૈકી કયો પદાર્થ χm નું ઋણ મૂલ્ય ધરાવે છે? (2011)
(A) ડાયામૅગ્નેટિક
(B) પેરામૅગ્નેટિક
(C) ફેરોમૅગ્નેટિક
(D) ઉપરોક્ત બધા જ
જવાબ
(A) ડાયામૅગ્નેટિક
ડાયામૅગ્નેટિક પદાર્થ માટે χm < 0 હોય છે.

પ્રશ્ન 160.
ચુંબકીય ક્ષેત્રમાં લટકાવેલ ચુંબકીય સોય ક્ષેત્રને સમાંતર છે. તેને 60° કોણાવર્તન કરાવવા માટે જરૂરી કાર્ય √3J છે. તો સોયને તે જ સ્થાને સ્થિર રાખવા જરૂરી ટોર્ક ………………………. છે. (2012)
(A) 2√3J
(B) 3 J
(C) √3J
(D) 32
જવાબ
(B) 3J
W = Ufinal – Uinitial
= mB (cos 0° – cos 60°)
∴ W = mB2 = √3J ………….. (1)
હવે, τ = m×B
= mB sin60°
∴ τ = mB32 …………… (2)
સમીકરણ (2)માં સમીકરણ (1) ની કિંમત મૂકતા,
τ = 2√3 × 32
∴ τ = 3J


પ્રશ્ન 161.
પૃથ્વીની સપાટી પર કોઈ એક સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઊર્ધ્વઘટક તેના સમક્ષિતિજ ઘટક કરતાં √3 ગણો છે. આ સ્થાને મૅગ્નેટિક ડિપ એંગલ ……………………… હશે. (2015)
(A) 30°
(B) 45°
(C) 60°
(D) 0°
જવાબ
(C) 60°
tanI = ZEHE
પણ, ZE = √3HE
∴ tanI = 3HEHE
∴ tanI = √3 ∴ I = 60°

પ્રશ્ન 162.
જ્યારે એક પદાર્થને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તે પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ (નબળું) પરિણામી બળ અનુભવે છે તો તે પદાર્થ ……………………… છે. (2018)
(A) ફેરોમૅગ્નેટિક
(B) ડાયામૅગ્નેટિક
(C) પેરામૅગ્નેટિક
(D) આમાંથી એક પણ નહીં
જવાબ
(C) પેરામૅગ્નેટિક

પ્રશ્ન 163.
ZE, HE, અને BE વચ્ચેનો સાચો સંબંધ ……………….. . (2018)
(A) BE = H2E+Z2E
(B) BE = HEZE
(C) BE = ZEHE
(D) BE = HEZE
જવાબ
(A) BE = H2E+Z2E

પ્રશ્ન 164.
એલ્વિકો ……………………. ની મિશ્ર ધાતુ છે. (2019)
(A) Al, Ni, Cu, P
(B) Al, Ni, Cu, Co
(C) Al, Ni, As, p
(D) Al, As, P, Pt
જવાબ
(B) Al, Ni, Cu, Co

પ્રશ્ન 165.
ભારતમાં દિલ્હી પાસે ડેક્લીનેશન ……………………….. છે. (CUJCET – 2020)
(A) 0°41’E
(B) 0°41’W
(C) 0°58’E
(D) 0°58’W
જવાબ
(A) 0°41’E

પ્રશ્ન 166.
એક સોલેનોઇડમાં ગર્ભમાંના (કોર) દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી 400 છે. સોલેનોઇડનાં આંટા ગર્ભથી અવાહક વડે જુદાં પાડેલાં છે. આંટામાંથી 28 વિધુતપ્રવાહ પસાર થાય છે. જો તેમાં એક મીટર દીઠ 1000 આંટા હોય તો ગર્ભનાં દ્રવ્યની અંદર ચુંબકીય તીવ્રતા ………………….. A/m મળે છે. (CUJCET – 2020)
(A) 2.5 × 10-3
(B) 2 × 103
(C) 2.5 × 103
(D) 2 × 10-3
જવાબ
(B) 2 × 103
પાઠ્યપુસ્તક પ્રકરણ નં. 5 ના ઉદાહરણનો દાખલા નં. 5.10 (a)
ચુંબકીય તીવ્રતા H = nl
અત્રે n = 1000
I = 2A
= 1000 × 2
= 2 × 103 A/m


પ્રશ્ન 167.
નીચેના પૈકી કયો સંબંધ ક્યુરીનો નિયમ દર્શાવે છે ? (માર્ચ 2020)
(A) M = CB0 T
(B) M = CTTe
(C) M = CTTe
(D) M = CTB0
જવાબ
(A) M = CB0 T

પ્રશ્ન 168.
મિસનર અસર ………………………. પદાર્થોમાં જોવા મળે છે.(માર્ચ 2020)
(A) પેરામૅગ્નેટિક
(C) ફેરોમૅગ્નેટિક
(B) સુપર કન્ડસ્ટિંગ
(D) કાયમી ચુંબક
જવાબ
(B) સુપર કન્ડસ્ટિંગ

પ્રશ્ન 169.
0.40 Am2 ચુંબકીય ચાકમાત્રા ધરાવતા ગજિયા ચુંબકની લંબાઈ 5.0 cm છે તેનાં મધ્યબિંદુથી 50 cm અંતરે વિષુવરેખીય ક્ષેત્રનું મૂલ્ય શોધો. (ઑગષ્ટ 2020)
(A) 1.6 × 10-7 T
(B) 0.8 × 10-7 T
(C) 6.4 × 10-7 T
(D) 3.2 × 10-7 T
જવાબ
(D) 3.2 × 10-7 T

પ્રશ્ન 170.
એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ 0.15T ના નિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે 30° કોણ બનાવે તે રીતે મૂકતા તે 45 × 10-2 Nm જેટલું ટોર્ક અનુભવે છે. તો ચુંબકની મેગ્નેટિક મોમેન્ટનું મૂલ્ય ………………. . (ઑગષ્ટ 2020)
(A) 0.45
(B) 0.60
(D) 0.18
(C) 0.36
જવાબ
(B) 0.60
τ = mBsinθ
∴ m = τBsinθ=4.5×1020.15×sin30
∴ m = 4.5×1020.15×1/2=9×102+215 = 0.60 NmT

પ્રશ્ન 171.
ફેરોમેગ્નેટિક દ્રવ્યની રેટેન્ટિવિટી ……………………… અને પરમિએબિલિટી …………………. હોય છે. (વિદ્યુત ચુંબકોના ગર્ભ માટે) (ઑગષ્ટ 2020)
(A) મોટી, મોટી
(B) મોટી, ઓછી
(D) ઓછી, ઓછી
(C) ઓછી, મોટી
જવાબ
(C) ઓછી, મોટી