• Home
  • About
  • Contact Us

Basic Info

Basic Info
  • Home
  • E-Books
  • Class
  • _class 9
  • _class 10
  • _class 11 Commerce
  • _class 11 Arts
  • _class 11 Science
  • _class 12 Commerce
  • _class 12 Arts
  • _class 12 Science

GSEB Std 12 Biology MCQ Chapter 13 સજીવો અને વસ્તી in Gujarati Medium


GSEB Std 12 Biology MCQ Chapter 13 સજીવો અને વસ્તી in Gujarati Medium


GSEB Std 12 Biology MCQ Chapter 13 સજીવો અને વસ્તી in Gujarati

પ્રશ્ન 1.
સજીવો વચ્ચેની તથા સજીવ અને તેના ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાઓનો અભ્યાસ શીખવે છે.
(A) પરિસ્થિતિ વિદ્યા
(B) જૈવવિવિધતા
(C) જૈવસંગઠન
(D) આપેલ તમામ
ઉત્તર:
(A) પરિસ્થિતિ વિદ્યા

પ્રશ્ન 2.
પરિસ્થિતિવિધાની વ્યાખ્યા કયા વૈજ્ઞાનિકે આપી ?
(A) રામદેવ મિશ્રા
(B) બાવરી
(C) ઓડમ
(D) ડેવેનપોર્ટ
ઉત્તર:
(C) ઓડમ

પ્રશ્ન 3.
નીચે આપેલ પૈકી કયા પર્યાવરણના મુખ્ય અજૈવિક પરિબળો છે ?
(A) તાપમાન
(B) હવા
(C) પ્રકાશ
(D) (A) અને (C)
ઉત્તર:
(D) (A) અને (C)

પ્રશ્ન 4.
નીચે આપેલ કયા વિસ્તારો તરફ તાપમાન ઉત્તરોત્તર ઘટતું | જાય છે?
(A) વિષુવવૃત્તથી ધ્રુવીય વિસ્તાર તરફ
(B) મેદાન વિસ્તારથી પર્વતશિખરો તરફ
(C) ધ્રુવીય વિસ્તારથી વિષુવવૃત્ત તરફ
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)

પ્રશ્ન 5.
કઈ માછલી મહાસાગરમાં ઉષ્ણકટિબંધના અક્ષાંશોથી આગળ ભાગ્યે જ જોવા મળે છે ?
(A) રોહ
(B) ડૉગફિશ
(C) ટુના
(D) કટલા
ઉત્તર:
(C) ટુના

 

 

પ્રશ્ન 6.
કેટલાક સજીવો તાપમાનની વ્યાપક ક્ષેત્રમર્યાદાને સહન કરી, શકે છે અને વૃદ્ધિ પામે છે તેઓને ………………………. કહેવાય.
(A) સ્ટીનોથર્મલ
(B) યુરીથર્મલ
(C) (A) અને (B)
(D) એક પણ નહીં
ઉત્તર:
(B) યુરીથર્મલ

પ્રશ્ન 7.
જે પ્રાણીઓ તાપમાનની ઓછી ક્ષેત્રમર્યાદા પૂરતા સીમિત રહે છે તેઓને ……………………………. કહે છે.
(A) સ્ટીનોથર્મલ
(B) યુરીથર્મલ
(C) (A) અને (B)
(D) એક પણ નહીં
ઉત્તર:
(A) સ્ટીનોથર્મલ

પ્રશ્ન 8.
ભૂમિની અંતઃસવણક્ષમતા તથા જલગ્રહણક્ષમતા કોના આધારે નક્કી થાય છે ?
(A) કણોનું સામુહીકરણ
(B) કણોનું કદ
(C) ભૂમિરચના
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ

પ્રશ્ન 9.
શિયાળામાં રાજસ્થાનમાં કયું સ્થળ સાઇબેરિયા અને અન્ય અતિશય ઠંડા ઉત્તરીય વિસ્તારોમાંથી આવતાં હજારો પ્રવાસી પક્ષીઓનું યજમાન સ્થળ છે ?
(A) રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન
(B) કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન-ભરતપુર
(C) કુંભલગઢ રાષ્ટ્રીય ઉદ્યાન-જયપુર
(D) મુકંદરા રાષ્ટ્રીય ઉદ્યાન – મુકંદરા
ઉત્તર:
(B) કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન-ભરતપુર

પ્રશ્ન 10.
ઠંડી આબોહવાયુક્ત વિસ્તારના સસ્તન પ્રાણીઓ ઉષ્માનો વ્યય ઘટાડવા કયું અનુકૂલન ધરાવે છે ?
(A) ટૂંકા કાન
(B) ટૂંકા ઉપાંગો
(C) ટૂંકી પૂંછડી
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)

પ્રશ્ન 11.
સીલ જેવા જલીય સસ્તનો ઉષ્મા અવરોધક તથા શરીરની ગરમીને ઘટાડવા કર્યું અનુકૂલન ધરાવે છે ?
(A) ત્વચા નીચે ચરબીનું જાડું થર
(B) ટૂંકા કાન
(C) ટૂંકા મીનપક્ષ
(D) (B) અને (C)
ઉત્તર:
(A) ત્વચા નીચે ચરબીનું જાડું થર

 

 

પ્રશ્ન 12.
એક તળાવમાં પાછલા વર્ષમાં કમળના 20 છોડ હતા અને પ્રજનન દ્વારા 8 નવા છોડ ઉમેરાયા તો વસ્તીનો જન્મદર ?
(A) 0.4
(B) 0.1
(C) 2.5
(D) 1
ઉત્તર:
(A) 0.4

પ્રશ્ન 13.
પ્રયોગશાળામાં કુલ 40 ફળમાખીઓની વસ્તીમાંથી 4 ફળમાખી સમયાંતરે અઠવાડિયા દરમિયાન મૃત્યુ પામે છે તો વસ્તીનો મૃત્યુદર ?
(A) 0.4
(B) 0.1
(C) 10
(D) 5
ઉત્તર:
(B) 0.1

પ્રશ્ન 14.
રાષ્ટ્રીય ઉદ્યાનો અને વાઘ આરક્ષણ ક્ષેત્રમાં વાઘની વસ્તી ગણતરી કોના આધારે થાય છે ?
(A) પગલાંની નિશાની
(B) મળની ગુટિકાઓ
(C) વ્યક્તિગત ગણતરી
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)

પ્રશ્ન 15.
“કોઈ પણ જાતિ માટે વસ્તીનું કદ એ સ્થિર માપદંડ નથી” તે કયાં પરિબળોના આધારે બદલાય છે ?
(A) આહારની ઉપલબ્ધિ
(B) પરભક્ષણ પ્રભાવ
(C) વિપરીત હવામાન
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ

પ્રશ્ન 16.
કઈ પ્રક્રિયા વસ્તીગીચતામાં વધારો કરવામાં ફાળો આપે છે ?
(A) જન્મદર
(B) મૃત્યુદર
(C) સ્થળાંતરણ
(D) (A) અને (C)
ઉત્તર:
(D) (A) અને (C)

પ્રશ્ન 17.
કઈ પ્રક્રિયા વસ્તીગીચતામાં ઘટાડો કરવામાં ફાળો આપે છે?
(A) જન્મદર
(B) મૃત્યુદર
(C) બહિસ્થળાંતર
(D) (A) અને (C)
ઉત્તર:
(D) (A) અને (C)

 

 

પ્રશ્ન 18.
ઉત્તુંગ બીમારીમાં કયા લક્ષણ જોવા મળે છે ?
(A) ઉબકા,
(B) થકાવટ
(C) હૃદયના ધબકારા વધવા
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ

પ્રશ્ન 19.
વસ્તીગીચતાને અસર કરતું સૌથી મહત્ત્વનું પમ્બિળ કયું છે?
(A) જન્મદર
(B) સ્થળાંતરણ
(C) મૃત્યુદર
(D) (A) અને (C)
ઉત્તર:
(D) (A) અને (C)

પ્રશ્ન 20.
નોર્વેના ઉંદરો માટે બrનું મૂલ્ય કેટલું છે ?
(A) 0.01
(B) 0.015
(C) 0.12
(D) 0.020
ઉત્તર:
(B) 0.015

પ્રશ્ન 21.
એકમ સમય અવધિ t(dNdt) દરમિયાન વધારો કે ઘટાડો કેવી રીતે દર્શાવાય છે ?
(A) dNdt = (b – d) × N
(B) dNdt = (b + d) × N
(C) dNdt = (b – N) × d
(D) dNdt = (b + N) × d
ઉત્તર:
(A) dNdt = (b – d) × N

પ્રશ્ન 22.
1981 માં ભારતમાં માનવવસ્તી માટે પ્રાકૃતિક વૃદ્ધિનો આંતરિક દર કેટલો હતો ?
(A) 0.015
(B) 0.12
(C) 0.0205
(D) 0.15
ઉત્તર:
(C) 0.0205

પ્રશ્ન 23.
લોટમાં પડતી રાતી જીવાત માટે ‘r’ નું મૂલ્ય કેટલું છે ?
(A) 0.012
(B) 0.12
(C) 0.015
(D) 0.020
ઉત્તર:
(B) 0.12

 

 

પ્રશ્ન 24.
dNdt = (b – d) N આધારે વસ્તીગીચતા (N) અને સમય (t) ની સાપેક્ષે આલેખિત ત્યારે કેવો વક્ર જોવા મળે છે ?
(A) સુરખિત
(B) J આકાર વક્ર
(C) સિગ્મોઈડ વક્ર
(D) (A) અને (B)
ઉત્તર:
(B) J આકાર વક્ર

પ્રશ્ન 25.
ચરઘાતાંકીય વૃદ્ધિના સંકલિત સ્વરૂપને કેવી રીતે અલગ તારવી શકાય છે ?
(A) Nt = N0er
(B) Nt = N0et
(C) Nt = N0ert
(D) Nt = ert
ઉત્તર:
(C) Nt = N0ert

પ્રશ્ન 26.
dNdt = rN (K−NK)
આધારે વસ્તીગીચતા અને સમયની સાપેક્ષે કેવો આલેખ મળે છે ?
(A) J આકારનો વક્ર
(B) સિગ્મોઈડ આકારનો વક્ર
(C) સુરેખિત વક્ર
(D) (A) અને (C)
ઉત્તર:
(B) સિગ્મોઈડ આકારનો વક્ર

પ્રશ્ન 27.
કયા સજીવો પોતાના જીવનકાળ દરમિયાન એક જ વાર પ્રજોત્પત્તિ કરે છે ?
(A) સાલ્મન માછલી
(B) વાંસ
(C) હાથી
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)

પ્રશ્ન 28.
અમેરિકાના પ્રશાંત મહાસાગરીય કિનારાના પથરાળ ભરતીયુક્ત વિસ્તારના મહત્ત્વપૂર્ણ પરભક્ષી જણાવો.
(A) પાઇસેસ્ટર
(B) વાદળી
(C) સાલ્મન માછલી
(D) ટુના માછલી
ઉત્તર:
(A) પાઇસેસ્ટર

પ્રશ્ન 29.
નીચે આપેલ પૈકી સ્પર્ધાનું યોગ્ય ઉદાહરણ પસંદ કરો.
(A) દક્ષિણ અમેરિકાના તળાવમાં મુલાકાતી સુરખાબ અને સ્થાનિક માછલી
(B) ગેલોપેગસ બરફના ટાપુમાં એબિંગ્ટન કાચબો અને બકરી
(C) સ્કોટલેન્ડના પથરાળ સમૂહતટ પર ઉત્તમ બાર્નકલ તથા ચેથેલેમસ
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ

પ્રશ્ન 30.
માનવયકૃત કૃમિ તેના જીવનચક્રને પૂર્ણ કરવા માટે કયા બે મધ્યસ્થ યજમાનો પર આધાર રાખે છે ?
(A) જૂઓ અને મચ્છર
(B) મચ્છર અને માછલી
(C) ગોકળગાય અને માછલી
(D) માદા મચ્છર અને માછલી
ઉત્તર:
(C) ગોકળગાય અને માછલી

 

 

પ્રશ્ન 31.
પરોપજીવીઓ યજમાનને કેવી રીતે નુકસાન પહોંચાડે છે ?
(A) યજમાનની ઉત્તરજીવિતતામાં ઘટાડો
(B) વૃદ્ધિ અને પ્રજનનમાં ઘટાડો
(C) વસ્તીગીચતામાં ઘટાડો
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ

પ્રશ્ન 32.
બાહ્ય પરોપજીવીનું ઉદાહરણ જણાવો.
(A) મનુષ્ય અને જૂઓ
(B) કૂતરાઓ પર બળાઇઓ
(C) સામુદ્રિક માછલી અને કોર્પોપોડસ
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ

પ્રશ્ન 33.
નીચે આપેલ પરસ્પર આંતરક્રિયાનું કયું ઉદાહરણ સહભોજિતાનું નથી ?
(A) આંબા અને ઑર્કિડ
(B) વ્હેલ અને બાર્નકલ
(C) બગલા અને પશુ
(D) મચ્છર અને મનુષ્ય
ઉત્તર:
(D) મચ્છર અને મનુષ્ય

પ્રશ્ન 34.
સમુદફૂલ અને ક્લોવન માછલી કઈ આંતરક્રિયાનું ઉદાહરણ છે ?
(A) પ્રતિજીવન
(B) સહભોજિતા
(C) પરભક્ષણ
(D) સ્પર્ધા
ઉત્તર:
(B) સહભોજિતા

પ્રશ્ન 35.
નીચે આપેલ કઈ આંતરક્રિયા એ સહોપકારિતાનું ઉદાહરણ નથી ?
(A) ફૂગ – લીલ
(B) સામુદ્રિક માછલી – અરિત્રપાદ
(C) ફૂગ – ઉચ્ચકક્ષાની વનસ્પતિ મૂળ
(D) ભમરી – ભમરી
ઉત્તર:
(B) સામુદ્રિક માછલી – અરિત્રપાદ

પ્રશ્ન 36.
અંજીર વૃક્ષની ઘણી જાતિઓ ને ભમરીની પરાગવાહક જાતિઓ સાથે મજબૂત સંબંધ કઈ આંતરક્રિયા દશવિ છે ?
(A) સહભોજિતા
(B) સ્પર્ધા
(C) સહોપકારિતા
(D) પરભક્ષણ
ઉત્તર:
(C) સહોપકારિતા

 

 

પ્રશ્ન 37.
માદા ભમરી અંજીર ફળનો ઉપયોગ કઈ ક્રિયા માટે કરે છે ?
(A) અંડનિક્ષેપણ માટે
(B) બીજનો ડિંભના પોષણ માટે
(C) પરાગનયન માટે
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)

પ્રશ્ન 38.
કઈ વનસ્પતિ લિંગીકપટનો સહારો પરાગનયન માટે કરે છે ?
(A) ઓર્કિડ
(B) અંજીર
(C) સૂર્યમુખી
(D) સૂરણ
ઉત્તર:
(A) ઓર્કિડ

પ્રશ્ન 39.
સજીવો અને પર્યાવરણ વચ્ચેના આંતરસંબંધોના અભ્યાસને શું કહે છે ?
(A) વર્ગીકરણવિદ્યા
(B) દેહધર્મવિદ્યા
(C) જનીનવિદ્યા
(D) પરિસ્થિતિવિદ્યા
ઉત્તર:
(D) પરિસ્થિતિવિદ્યા

પ્રશ્ન 40.
ફૂગ અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ વચ્ચે જોવા મળતું સંગઠન …………………………… છે.
(A) સહોપકારિતા
(B) સહભોજિતા
(C) પરોપજીવન
(D) સ્પર્ધા
ઉત્તર:
(A) સહોપકારિતા

પ્રશ્ન 41.
સંભાવ્ય વૃદ્ધિ ક્યારે જોવા મળે છે ?
(A) અમર્યાદિત સ્રોત
(B) સ્થિર વહનક્ષમતા
(C) (A) અને (B) બંને
(D) એક પણ નહીં
ઉત્તર:
(B) સ્થિર વહનક્ષમતા

પ્રશ્ન 42.
વસ્તીનું વયવિતરણ કયાં લક્ષણોને આધારે થાય છે ?
(A) મૃત્યુદર
(B) વસ્તીવૃદ્ધિ
(C) જન્મદર
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ

 

 

પ્રશ્ન 43.
લાઇકેન્સ કઈ આંતરક્રિયા દશવિ છે ?
(A) સહભોજિતા
(B) પરોપજીવન
(C) સહોપકારિતા
(D) પરભક્ષણ
ઉત્તર:
(C) સહોપકારિતા

પ્રશ્ન 44.
પાઇસેસ્ટર કયા સમુદ્રની અગત્યની પરભક્ષી છે ?
(A) અમેરિકાના પ્રશાંત મહાસાગરની
(B) અરબસાગરની
(C) ભારતીય પ્રશાંત મહાસાગરની
(D) મધ્ય પ્રશાંત મહાસાગરની
ઉત્તર:
(A) અમેરિકાના પ્રશાંત મહાસાગરની

પ્રશ્ન 45.
નીચેનામાંથી કયું સહભોજિતાનું ઉદાહરણ છે ?
(A) ઓર્કિડ-આંબો
(B) બેલ-બાર્નકલ
(C) બગલા – ચારણ કરતાં પશુઓ
(D) આપેલ તમામ
ઉત્તર:
(B) બેલ-બાર્નકલ

પ્રશ્ન 46.
સ્પર્ધા તીવ ક્યારે હોય ?
(A) જુદી જુદી જાતિના સભ્ય વચ્ચે
(B) એક જ જાતિના સભ્યો વચ્ચે
(C) (A) અને (B) બંને
(D) એક પણ નહીં
ઉત્તર:
(B) એક જ જાતિના સભ્યો વચ્ચે

પ્રશ્ન 47.
પર્ણ ઉપર જાડું ક્યુટિકલ એ શેનું અનુકૂલન છે ?
(A) શુષ્ક પર્યાવરણ
(B) જલીય પર્યાવરણ
(C) લવણીય પર્યાવરણ
(D) ઠંડું પર્યાવરણ
ઉત્તર:
(A) શુષ્ક પર્યાવરણ

પ્રશ્ન 48.
ફાફડાથોરમાં પ્રકાશસંશ્લેષણનું કાર્ય શેના દ્વારા થાય છે ?
(A) પર્ણ
(B) પ્રકાંડ
(C) મૂળ
(D) એક પણ નહીં
ઉત્તર:
(D) એક પણ નહીં

 

 

પ્રશ્ન 49.
કઈ વનસ્પતિ ગ્લાયકોસાઇડ રસાયણ ઉત્પન્ન કરે છે ?
(A) બાવળ
(B) આકડો
(C) ધતૂરો
(D) થોર
ઉત્તર:
(B) આકડો

પ્રશ્ન 50.
નીચેનામાંથી કયો વિકલ્પ પરોપજીવીઓના અનુકૂલનો માટે સાચો છે ?
(A) બિનજરૂરી સંવેદી અંગો ગુમાવવા
(B) ચૂષકોની હાજરી
(C) પાચનતંત્રનો લોપ
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ

પ્રશ્ન 51.
નીચેનામાંથી કયું પરિબળ વસ્તી ઘટાડો કરવામાં ફાળો આપે છે ?
(A) મૃત્યુદર
(B) અંત:સ્થળાંતરણ
(C) જન્મદર
(D) એક પણ નહીં
ઉત્તર:
(A) મૃત્યુદર

પ્રશ્ન 52.
રણપ્રદેશની વનસ્પતિમાં કયો વિશિષ્ટ પ્રકાશસંશ્લેષી જોવા મળે છે ?
(A) CAM
(B) PPP
(C) C3
(D) C4
ઉત્તર:
(A) CAM

પ્રશ્ન 53.
અંતઃસ્થલીય જળમાં ક્ષારોની સાંદ્રતા કેટલી હોય છે ? :
(A) 10 %થી વધુ
(B) 15 %થી વધુ
(C) 5 %થી ઓછી
(D) 100 %
ઉત્તર:
(C) 5 %થી ઓછી

પ્રશ્ન 54.
પરસ્પર લાભદાયી જોડાણ બંને સજીવોની જીવિતતા માટે હોય છે તેને શું કહે છે ?
(A) સહભોજિતા
(B) પારસ્પરિકતા
(C) પ્રતિજીવન
(D) (A) અને (B) બંને
ઉત્તર:
(B) પારસ્પરિકતા

પ્રશ્ન 55.
વધુ ઊંચાઈવાળા વિસ્તારમાં આપણને ઉતૂગતા બીમારીનો અનુભવ થાય છે જે ………………………….. ને કારણે છે.
(A) નીચું વાતાવરણીય દબાણ
(B) ઊંચું વાતાવરણીય દબાણ
(C) ઊંચું તાપમાન
(D) નીચું તાપમાન
ઉત્તર:
(A) નીચું વાતાવરણીય દબાણ

 

 

પ્રશ્ન 56.
જે સજીવો તાપમાનની વધુ ક્ષેત્રમર્યાદા સહન કરે તેને ……………………….. કહે છે.
(A) યુરીથર્મલ
(B) સ્ટીનોથર્મલ
(C) સ્ટેનોહેલાઇન
(D) કેટામ્સ
ઉત્તર:
(A) યુરીથર્મલ

પ્રશ્ન 57.
નીચેનામાંથી કઈ વનસ્પતિમાં વિશિષ્ટ શ્વસન મૂળ જોવા મળે છે ?
(A) ગળો
(B) રાઇઝોફોરા
(C) આંબો
(D) આપેલ તમામ
ઉત્તર:
(B) રાઇઝોફોરા

પ્રશ્ન 58.
નીચેનામાંથી કઈ જોડ અસંગત છે ?
(A) અમરવેલ – પરોપજીવી
(B) હાઈડ્રિલા – જલજ વનસ્પતિ
(C) અંજીર – માદા ભમરી
(D) માછલી – હર્મિટ કરચલો
ઉત્તર:
(D) માછલી – હર્મિટ કરચલો

પ્રશ્ન 59.
નીચેનામાંથી સૌથી ઊંચું સ્તર કોનું છે ?
(A) જાતિ
(B) નિવસનતંત્ર
(C) પ્રત્યક્ષ સજીવ
(D) જૈવવિસ્તાર
ઉત્તર:
(D) જૈવવિસ્તાર

A : (Assertion) વિધાન દશવેિ છે.
R : (Reason) કારણ દશવિ છે.
(a) A અને B બંને સાચાં છે અને R એ Aની સમજૂતી છે.
(b) A અને B બંને સાચાં છે, પરંતુ R એ Aની સમજૂતી નથી.
(c) A સાચું છે અને R ખોટું છે.
(d) A ખોટું છે અને R સાચું છે.

પ્રશ્ન 60.
A : પૃથ્વી ગ્રહ પર જીવન અતિશય સખત અને કઠોર નિવાસસ્થાનોમાં પણ અસ્તિત્વ ધરાવે છે.
R : ગહન મહાસાગરીય ખાઇઓ, ધ્રુવીય વિસ્તારો, ઊકળતા ગરમ ઝરણાં, આંતરડાં પણ સૂક્ષ્મજીવોની હજારો જાતિઓનું અજોડ નિવાસસ્થાન છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(A) a

પ્રશ્ન 61.
A : ઘણા મીઠા પાણીનાં પ્રાણીઓ સમુદ્રના પાણીમાં લાંબા સમય માટે જીવિત રહી શકતા નથી તથા સામુદ્રિક પ્રાણીઓ લાંબા સમય માટે મીઠા પાણીમાં જીવિત રહી શકતાં નથી.
R : તેમને આમૃતિ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(A) a

 

 

 

પ્રશ્ન 62.
A : જંગલોમાં વિકાસ પામતી નાની વનસ્પતિઓની ઘણી જાતિઓ ખૂબ જ ઓછા પ્રકાશવાળી પરિસ્થિતિઓમાં ઇષ્ટતમ પ્રકાશસંશ્લેષણ કરવા માટે અનુકૂલિત થયેલી હોય છે.
R : તેઓને સતત પુષ્કળ પ્રમાણમાં પ્રકાશ પ્રાપ્ત થાય છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(B) b

પ્રશ્ન 63.
A : શિયાળામાં જ્યારે પર્યાવરણનું તાપમાન 37° સે કરતા ખૂબ જ વધારે નીચે હોય ત્યારે આપણે ધ્રુજારી પામીએ છીએ.
R : જેથી શરીરનું તાપમાન નીચું આવે છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(C) c

પ્રશ્ન 64.
A : વધુ ઊંચાઈવાળા વિસ્તારના લોકોમાં શરીર રક્તકણોનું ઉત્પાદન વધારીને, HD ની બંધન-ક્ષમતા ઘટાડીને તથા શ્વસનદરમાં વધારો કરીને ઓછા O2 ની ઉપલબ્ધિ ભરપાઈ કરે છે.
R : હિમાલયની વધુ ઊંચાઈની જનજાતિઓમાં લાલ રુધિરકોષોની સંખ્યા વધારે હોય છે.
(A) a
(B) b
(C) c
(D)d
ઉત્તર:
(A) a

પ્રશ્ન 65.
A : ચરતા પશુ કે બકરી નીંદણ સ્વરૂપે આકડો ખાતા નથી.
R : આ છોડ અતિઝેરી, હૃદયને ઉત્તેજિત કરતું ગ્લાયકોસાઇડ રસાયણ ઉત્પન્ન કરે છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(A) a

પ્રશ્ન 66.
A : વિહુસ્ટ-પર્લ સંભાવ્ય વૃદ્ધિ
R : નિવાસસ્થાનમાં મર્યાદિત સ્રોતોની સાથે વૃદ્ધિ શરૂઆતમાં ધીમી-વૃદ્ધિ → ઝડપી વૃદ્ધિ અવસ્થા → મંદ વૃદ્ધિ અવસ્થા નું સ્થાયી વૃદ્ધિ અવસ્થાઓ આવે છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(A) a

પ્રશ્ન 67.
A : ઓર્કિડ પુષ્પ એ માદા મધમાખી સાથે તેની પાંખડીની સદેશ્યતા જાળવવા સહવિકસિત થાય છે.
R : ઓર્કિડ પુષ્પ પાંખડી, રંગ, કદ તથા નિશાનીઓમાં માદા મધમાખી સાથે સામ્યતા ધરાવે છે.
(A) a
(B) b
(C) C
(D) d
ઉત્તર:
(B) b

 

 

પ્રશ્ન 68.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.

કોલમ – I (વિસ્તાર) કોલમ – II (ક્ષારોની સાંદ્રતા)
(a) અંતઃસ્થલીય જળમાં (x) 5% કરતાં ઓછી
(b) સમુદ્રમાં (y) 100 % થી વધારે
(c) અતિક્ષારીય ખારા પાણીમાં (z) 30% થી 35%

(A) (a – x), (b – y), (c – z)
(B) (a – z), (b – x), (c – y)
(C) (a – x), (b – z), (c – y)
(D) (a – z), (b – y), (c – x)
ઉત્તર:
(C) (a – x), (b – z), (c – y)

પ્રશ્ન 69.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.

કોલમ – I કોલમ – II
(a) મુલતવી રાખવું. (v) સજીવતણાવપૂર્ણ નિવાસસ્થાનમાંથી હંગામી ધોરણે આતિથ્યશીલ વિસ્તારમાં જતા રહે છે.
(b) સ્થળાંતર કરવું. (w) સજીવો દેહધાર્મિક સાધનો દ્વારા સમસ્થિતિને જાળવી રાખવા સક્ષમ હોય છે.
(c) નિયમન કરવું. (x) બેક્ટરિયા, ફૂગ તથા નિમ્નકક્ષાની વનસ્પતિઓ જાડી દીવાલવાળા બીજાણુઓનું સર્જન કરે છે.
(c) અનુકૂળ થવું. (y) પ્રાણીઓના શરીરનું તાપમાન આસપાસ પરિસરના તાપમાન અનુસાર બદલાયા કરે છે.

(A) (a – x), (b – v), (c – y), (d – w)
(B) (a – x), (b – y), (c – v), (d – w)
(C) (a – w), (b – y), (c – v), (d – x)
(D) (a – x), (b – w), (c – y), (d – v)
ઉત્તર:
(A) (a – x), (b – v), (c – y), (d – w)

પ્રશ્ન 70.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.

કોલમ – I કોલમ – II
(a) ઉત્તર અમેરિકાના રણમાં કાંગારું ઉંદર (x) પ્રકાશસંશ્લેષણનું કાર્ય ચપટા પ્રકાંડ દ્વારા પરિપૂર્ણ
(b) રણની વનસ્પતિઓ (y) પાણીની જરૂરિયાત આંતરિક ચરબીના ઓક્સિડેશન દ્વારા પૂર્ણ કરવા સક્ષમ
(c) ફાફડાકોર (z) પર્ણોની સપાટી પર જાડું ક્યુટિકલનું આવરણ

(A) (a – x), (b – y), (c – z)
(B) (a – y), (b – x), (c – z)
(C) (a – y), (b – z), (c – x)
(D) (a – x), (b – z), (c – y)
ઉત્તર:
(B) (a – y), (b – x), (c – z)

પ્રશ્ન 71.
કોલમ – I અને કોલમ – I યોગ્ય રીતે જોડો.
GSEB Std 12 Biology MCQ Chapter 13 સજીવો અને વસ્તી in Gujarati 1
(A) (a – y), (b – z), (c – x)
(B) (a – x), (b – y), (c – z)
(C) (a – x), (b – z), (c – y)
(D) (a – z), (b – x), (c – y)
ઉત્તર:
(C) (a – x), (b – z), (c – y)

પ્રશ્ન 72.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.

કોલમ – I કોલમ – II
(a) કીટકો અને દેડકાં (x) વિશેષ રસાયણ
(b) મોનાર્ક પતંગિયું (y) બાહ્ય આસ્કીય અને રાસાયણિક સંરક્ષણ
(c) વનસ્પતિઓ (z) રંગ અનુકૃત

 

 

(A) (a – z), (b – y), (c – x)
(B) (a – x), (b – z), (c – y)
(C) (a – z), (b – x), (c – y)
(D) (a – y), (b – x), (c – z)
ઉત્તર:
(A) (a – z), (b – y), (c – x)

પ્રશ્ન 73.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.

કોલમ – I કોલમ – II
(a) સ્પર્ધા (v) વનસ્પતિઓ દ્વારા સ્થાપિત કરવામાં આવતી ઊર્જા ઉચ્ચ પોષક સ્તરોએ સ્થાનાંતરિત થાય છે.
(b) પરભક્ષણ (w) આંતરક્રિયાથી બંને જાતિઓને લાભ થાય છે.
(c) પરોપજીવન (x) એક જાતિને લાભ થાય છે. બીજી જાતિને લાભ કે હાનિ થતી નથી.
(d) સહભોજિતા (y) નજીકની સંબંધિત જાતિઓ એક જ સરખા સ્રોતો માટે હરીફાઈ કરે છે.
(e) સહોપકારિતા (z) રહેવા-ખાવાની બિનખર્ચાળ વ્યવસ્થાની ખાતરી

(A) (a – y), (b – z), (c – x), (d – v), (e – w)
(B) (a – y), (b – v), (c – z), (d – x), (e – w)
(C) (a – v), (b – y), (c – x), (d – z), (e – w)
(D) (a – y), (b – w), (c – z), (d – x), (e – v)
ઉત્તર:
(A) (a – y), (b – z), (c – x), (d – v), (e – w)

પ્રશ્ન 74.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.

કોલમ – I કોલમ – II
(a) ગોસનો સ્પર્ધક નિષેધ નિયમ (x) એક જ ઝાડ પર કુદકીઓની પાંચ નજીકની સંબંધિત જાતિઓ ચારણ પ્રવૃત્તિઓમાં વ્યાવહારિક
(b) મેક આર્થર (y) જો નિષેધ સિવાય તેના સહઅસ્તિત્વને પ્રોત્સાહન આપે.
(c) સ્રોત વિભાજન (z) એક જ પ્રકારના સ્રોતો માટે સ્પર્ધા કરવાવાળી બે નજીકની સંબંધિત જાતિઓ અનંતકાળ સધી સાથે રહી શકતી નથી.

(A) (a – x), (b – z), (c – y)
(B) (a – x), (b – y), (c – z)
(C) (a – z), (b – x), (c – y)
(D) (a – z), (b – y), (c – x)
ઉત્તર:
(A) (a – x), (b – z), (c – y)

પ્રશ્ન 75.
હમટ કરચલા ધરાવતાં મૃદુકાયના કવચ પર રહેલ સ્થિર સમદ્રકૂલનો સહસંબંધ શેના તરીકે ઓળખાય છે ? [NEET – 2018]
(A) અન્સાલીઝમ
(B) બાહ્યપરોપજીવન
(C) સહભોજિતા
(D) સહજીવન
ઉત્તર:
(D) સહજીવન

પ્રશ્ન 76.
નીચેનામાંથી કઈ પ્રક્રિયા કોહવાણ દરમિયાન સારી રીતે વર્ણવાયેલ છે ? [NEET – 2013].
(A) નિક્ષાલન (લીચિંગ) – પાણીમાં દ્રાવ્ય અકાર્બનિક પોષક તત્ત્વો જમીનના સૌથી ઉપલા સ્તરે આવી જાય છે.
(B) વિભાગીકરણ (વિખંડન) – અળસિયા જેવા પ્રાણીઓ દ્વારા કરવામાં આવે છે.
(C) મૂદુર્વરીકરણ (હ્યુમીફિકેશન) – જેના દ્વારા ઘેરા રંગનો પદાર્થ બને છે. જેમાં સૂક્ષ્મ જીવાણુઓની પ્રક્રિયા ઘણી ઝડપથી થાય છે.
(D) અપચયન – કોહવાટની છેલ્લી અવસ્થા જે સંપૂર્ણપણે અજારક પરિસ્થિતિમાં થાય છે.
ઉત્તર:
(B) વિભાગીકરણ (વિખંડન) – અળસિયા જેવા પ્રાણીઓ દ્વારા કરવામાં આવે છે.

પ્રશ્ન 77.
એક જીવવિજ્ઞાનીએ ઉંદરોની જન્મ સમયની વસતિનો અભ્યાસ કર્યો. તેણે જોયું કે અંદાજિત જન્મદર 250, અંદાજિત મૃત્યુદર 240, 20 ઉંદરો સ્થળાંતરિત થયા અને 30 ઉંદરો વસતિમાં ઉમેરાયા. તો કુલ વધારો વસતિમાં કેટલો થયો ? [NEET – 2013]
(A) શૂન્ય
(B) 10
(C) 15
(D) 05
ઉત્તર:
(A) શૂન્ય

પ્રશ્ન 78.
નીચેનામાંથી કયા આંતરસંબંધોમાં બંને સજીવોને પ્રતિકૂળ અસર થાય છે ? [NEET – 2015].
(A) પરસ્પરતા
(B) સ્પર્ધા
(C) ભક્ષણ
(D) પરોપજીવન
ઉત્તર:
(B) સ્પર્ધા

 

 

પ્રશ્ન 79.
એક જ નિશ્ચિત વિસ્તારમાં વસતી વિવિધ જાતિઓની ‘વસ્તી’ની આંતર પ્રક્રિયાઓ વડે રચાતા એકમને શું કહે છે ? [NEET – 2015].
(A) વસ્તી
(B) સજીવની જીવનપદ્ધતિ
(C) જૈવિક સમાજ
(D) નિવસનતંત્ર
ઉત્તર:
(C) જૈવિક સમાજ

પ્રશ્ન 80.
નીચેના પૈકી પુનઃપસંદગી પામેલ જાતિઓ માટે શું સાચું છે ? [NEET – II-2016]
(A) નાના કદ સાથેની ઓછી સંખ્યાની સંતતિ
(B) મોટા કદ સાથેની ઓછી સંખ્યાની સંતતિ
(C) નાના કદ સાથેની મોટી સંખ્યાની સંતતિ
(D) મોટા કદ સાથેની મોટી સંખ્યાની સંતતિ
ઉત્તર:
(C) નાના કદ સાથેની મોટી સંખ્યાની સંતતિ

પ્રશ્ન 81.
જો ‘+’ નિશાની લાભદાયી પ્રતિક્રિયા માટે, ‘-‘ નિશાની નુકસાનકારક પ્રતિક્રિયા માટે અને ‘0’ નિશાની તટસ્થ પ્રતિક્રિયા માટે હોય તો વસ્તીની પ્રતિક્રિયાઓ જો ‘+’ અને ‘-‘ દશવિલ હોય તો ………………………. [NEET-II-2016]
(A) સહભોજીતા
(B) પરોપજીવન
(C) પરસ્પરતા
(D) પ્રતિજીવન
ઉત્તર:
(B) પરોપજીવન

પ્રશ્ન 82.
સ્પર્ધાત્મક પ્રતિબંધનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો હતો ? [NEET – II – 20]
(A) મૅક આર્થર (Mac Arthur)
(B) વિસ્ટ અને પર્લ (Verhulst and Pearl)
(C) સી. ડાર્વિન (C. Darwin)
(D) જી.એફ.ગુસ (G. F Gause)
ઉત્તર:
(D) જી.એફ.ગુસ (G. F Gause)

પ્રશ્ન 83.
મોટાં પ્રાણીઓ કરતાં નાનાં પ્રાણીઓને સરળતાથી ખડક ઉપર દોરી જવાની સરળતા રહે છે. કારણ કે ……………….. [NEET -1-2016]
(A) નાનાં પ્રાણીઓનો ચયાપચયનો દર ઊંચો હોય છે.
(B) નાનાં પ્રાણીઓનો ઑક્સિજનની જરૂરિયાતનો દર ઓછો હોય છે.
(C) નાનાં પ્રાણીઓ કરતાં મોટા પ્રાણીઓમાં સ્નાયુઓની ક્ષમતા ઓછી હોય છે.
(D) નાનાં શરીરનું વજન લઈ જવાનું સરળ રહે છે.
ઉત્તર:
(A) નાનાં પ્રાણીઓનો ચયાપચયનો દર ઊંચો હોય છે.

પ્રશ્ન 84.
લોજીસ્ટીક મોડલને અનુસરીને વસ્તીનો વૃદ્ધિ દર શૂન્યને બરોબર ક્યારે થશે ? લોજીસ્ટીક મોડલ આપેલ સમીકરણ : dN|dt = rN(1-N/k) [NEET – I – 2016].
(A) જ્યારે N, વસવાટની વહનક્ષમતા દર્શાવે છે.
(B) જયારે N/K = શૂન્ય
(C) જ્યારે મૃત્યુદર, જન્મદર કરતાં વધુ હોય ત્યારે
(D) જ્યારે N/K = ચોક્કસ રીતે 1 (એક)
ઉત્તર:
(D) જ્યારે N/K = ચોક્કસ રીતે 1 (એક)

પ્રશ્ન 85.
ગોસની સ્પર્ધાત્મક રીતે દૂર થવાનો (બાકાત થવાનો) સિદ્ધાંત શું જણાવે છે ? [NEET – I – 2016]
(A) સમાન આવશ્યકતાની સ્પર્ધા, જુદા જુદા ખોરાકની પસંદગી ધરાવતી જાતિઓને દૂર કરે છે.
(B) સમાન મર્યાદા ધરાવતી આવશ્યકતાઓ, અચોક્કસ રીતે સમાન જીવનપદ્ધતિ બે જાતિઓ ધરાવી શકે નહીં.
(C) સ્પર્ધા દ્વારા મોટા સજીવો, નાના સજીવોને બાકાત રાખે છે.
(D) વધુ વિપુલતા ધરાવતી જાતિઓ, સ્પર્ધા દ્વારા ઓછી વિપુલતા ધરાવતી જાતિઓને બાકાત રાખે છે.
ઉત્તર:
(B) સમાન મર્યાદા ધરાવતી આવશ્યકતાઓ, અચોક્કસ રીતે સમાન જીવનપદ્ધતિ બે જાતિઓ ધરાવી શકે નહીં.

 

 

પ્રશ્ન 86.
માઇકોરાજા એ શેનું ઉદાહરણ છે ? [NEET – 2017].
(A) હંગીસ્ટેસીસ
(B) પ્રતિજીવન
(C) પ્રતિજૈવિક
(D) પરસ્પરતા
ઉત્તર:
(D) પરસ્પરતા

પ્રશ્ન 87.
એસીમટોટ લોજીસ્ટીક વૃદ્ધિ વક્ર ત્યારે પ્રાપ્ત થાય છે. જ્યારે [NEET – 2017]
(A) rનું મૂલ્ય શૂન્યની નજીક પહોંચે છે.
(B) K = N
(C) K > N
(D)K < N
ઉત્તર:
(B) K = N

પ્રશ્ન 88.
તબીબી વિજ્ઞાનમાં, એન્ટિબાયોટીક્સના ઉત્પાદન માટે નીચે પૈકીના કયા વસતિ આંતર સંબંધો મોટે પાયે વપરાય છે ? [NEET – 2018]
(A) પ્રતિજીવન
(B) સહભોજીતા
(C) પરોપજીવિતા
(D) પરસ્પરતા
ઉત્તર:
(C) પરોપજીવિતા

પ્રશ્ન 89.
એક દેશની વસતિમાં વધારો થતો હોય ત્યારે [NEET – 2018].
(A) પૂર્વ પ્રજનનવય જૂથવાળી વ્યક્તિઓ, પ્રજનનવય જૂથવાળી વ્યક્તિઓથી ઓછી હોય છે.
(B) પૂર્વ પ્રજનનવય જૂથવાળી વ્યક્તિઓ, પ્રજનનવય જૂથવાળી વ્યક્તિઓથી વધુ હોય છે.
(C) પ્રજનનવય જૂથ અને પૂર્વ પ્રજનનવય જૂથ – બન્નેના વ્યક્તિઓ સમાન સંખ્યામાં હોય છે.
(D) પ્રજનનવય જૂથવાળી વ્યક્તિઓ પશ્ચ પ્રજનનવય જૂથવાળી વ્યક્તિઓથી ઓછી હોય છે.
ઉત્તર:
(A) પૂર્વ પ્રજનનવય જૂથવાળી વ્યક્તિઓ, પ્રજનનવય જૂથવાળી વ્યક્તિઓથી ઓછી હોય છે.

પ્રશ્ન 90.
નીચે આપેલ માહિતીમાંથી કઈ જાતનો પરિસ્થિતિકીય પિરામિડ મેળવાશે ? [NEET – 2018]
દ્વિતીય ઉપભોગીઓ : 120 g
પ્રાથમિક ઉપભોગીઓ : 60 g
પ્રાથમિક ઉત્પાદકો : 10 g

(A) જૈવભારનો સીધો પિરામિડ
(B) જૈવભારનો ઊંધો પિરામિડ
(C) સંખ્યાનો સીધો પિરામિડ
(D) શક્તિનો પિરામિડ
ઉત્તર:
(B) જૈવભારનો ઊંધો પિરામિડ

પ્રશ્ન 91.
નેટાલિટી એટલે [NEET – 2018].
(A) કોઈ રહેઠાણ-નિવાસસ્થાનમાં દાખલ થતા વ્યક્તિઓની સંખ્યા
(B) મૃત્યુદર
(C) કોઈ રહેઠાણ-નિવાસસ્થાનને છોડી જતા વ્યક્તિઓની સંખ્યા
(D) જન્મદર
ઉત્તર:
(C) કોઈ રહેઠાણ-નિવાસસ્થાનને છોડી જતા વ્યક્તિઓની સંખ્યા

 

 

પ્રશ્ન 92.
નીચે પૈકી કઈ વનસ્પતિ, ફૂદાંની એક જાતિ સાથે ઘનિષ્ઠ સંબંધ દશવિ છે, જ્યાં બેમાંથી એક પણ સજીવ, પોતાનું જીવનચક્ર બીજા વગર પૂરું નથી કરી શકતું ? [NEET – 2018]
(A) વાયોલા
(B) હાઇડ્રીલા
(C) કેળા
(D) યુક્કા
ઉત્તર:
(A) વાયોલા

પ્રશ્ન 93.
પાઇનસના બીજ, ફંગલ (ફૂગ) તંતુઓ સાથે સંબંધ રાખ્યા વગર અંકુરિત થઈ શકતા નથી. આવું બને છે કારણ કે : [NEET – 2019]
(A) તેના બીજો, અવરોધકો ધરાવે છે કે જે અંકુરણને અટકાવે છે.
(B) તેનો ભૂણ અવિકસિત હોય છે.
(C) તેનો કવકજાળ સાથે અવિકલ્પી સંબંધ હોય છે.
(D) તેનું બીજાવરણ ઘણું કઠણ હોય છે.
ઉત્તર:
(C) તેનો કવકજાળ સાથે અવિકલ્પી સંબંધ હોય છે.

પ્રશ્ન 94.
કોલમાં અને કોલમ II ને યોગ્ય રીતે જોડો [NEET – 2019].

કોલમ – I કોલમ – II
(a) મૃતોપજીવી (i) વનસ્પતિ મૂળ અને ફૂગ વચ્ચે સહજીવી સંબંધ
(b) પરોપજીવી (ii) મૃત કાર્બનિક દ્રવ્યોનું વિઘટન
(c) લાઇકેન (iii) જીવંત વનસ્પતિઓ અને પ્રાણીઓ પર જીવંત સંબંધ
(d) મૂળકવકજાળ (માયકોરાઇઝા) (iv) લીલ અને ફૂગ વચ્ચે સહજીવી સંબંધ

નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
GSEB Std 12 Biology MCQ Chapter 13 સજીવો અને વસ્તી in Gujarati 2
ઉત્તર:
(A) (a) – (ii) (b) – (iii) (c) – (iv) (d) (i)

પ્રશ્ન 95.
……………………… વસ્તી ગીચતાનું સમીકરણ છે. માર્ચ – 20200
(A) Nt + 1 = Nt + [(B – I) – (D + E)]
(B) Nt + 1 = Nt + [(B + I) – (D + E)]
(C) Nt + 1 = Nt + [(D + E) – (B + I]
(D) Nt + 1 = Nt + [(B + I) – (D – E)].
ઉત્તર:
(B) Nt + 1 = Nt + [(B + I) – (D + E)]

પ્રશ્ન 96.
યુરીથર્મલ કે પૃથુતાપી એટલે …………………… . [માર્ચ – 2020].
(A) સજીવો તાપમાનની વ્યાપક ક્ષેત્ર મર્યાદા સહન કરે
(B) સજીવો ક્ષારતાની ઓછી ક્ષેત્ર મર્યાદા સહન કરે
(C) સજીવો ક્ષારતાની વ્યાપક ક્ષેત્ર મર્યાદા સહન કરે
(D) સજીવો તાપમાનની ઓછી ક્ષેત્ર મર્યાદા સહન કરે
ઉત્તર:
(A) સજીવો તાપમાનની વ્યાપક ક્ષેત્ર મર્યાદા સહન કરે

પ્રશ્ન 97.
વાક્ય પસંદ કરો કે જે પરોપજીવનને સારી રીતે સમજાવે છે. [માર્ચ – 2020]
(A) એક સજીવને લાભ થાય, બીજું સજીવ અપ્રભાવિત રહે.
(B) બંને સજીવને લાભ થાય છે.
(C) બંને સજીવને નુકસાન થાય છે.
(D) એક સજીવને લાભ થાય, બીજું સજીવ પ્રભાવિત થાય.
ઉત્તર:
(D) એક સજીવને લાભ થાય, બીજું સજીવ પ્રભાવિત થાય.

 

 

પ્રશ્ન 98.
“ઠંડી આબોહવાયુક્ત વિસ્તારનાં સસ્તન પ્રાણીઓ સામાન્ય રીતે ઉખાનો વ્યય ઘટાડવા ટૂંકા કાન અને ટૂંકાં ઉપાંગ ધરાવે છે” [ઑગસ્ટ – 2020]
(A) હાર્ડ વિનબર્ગનો નિયમ
(B) એલનનો નિયમ
(C) ન્યૂનતમ માત્રાનો નિયમ
(D) સ્પર્ધક નિષેધ નિયમ
ઉત્તર:
(B) એલનનો નિયમ

પ્રશ્ન 99.
ઉત્તર અમેરિકાના રણમાં વસતા કાંગારુ ઉંદરમાં પાણીની ગેરહાજરીમાં કયું અનુકૂલન જોવા મળે છે ? [2020].
(A) આંતરિક ચરબીનું ઑક્સિડેશન
(B) સ્થળાંતર કરવું
(C) શનિદ્રા
(D) ગ્રીષ્મનિદ્રા
ઉત્તર:
(A) આંતરિક ચરબીનું ઑક્સિડેશન

પ્રશ્ન 100.
નીચેનામાંથી કયો વિકલ્પ સ્ટીનોથર્મલ સજીવના ઉદાહરણ માટે સાચો છે ? [ઓગસ્ટ – 2020]
(A) માત્ર માનવ
(B) માત્ર બર્ફીલો દીપડો
(C) માત્ર ટુના માછલી
(D) બર્ફીલો દીપડો અને ટુના માછલી બંને.
ઉત્તર:
(D) બર્ફીલો દીપડો અને ટુના માછલી બંને.

પ્રશ્ન 101.
કઈ વનસ્પતિ પરાગનયન માટે લિંગીકપટનો સહાય લે છે ? [ઓગસ્ટ -2020]
(A) ભૂમધ્ય સામુદ્રિક ઑર્કિડ
(B) વેલીનેરીયા
(C) બધા જ ઑર્કિડ
(D) અંજીર
ઉત્તર:
(A) ભૂમધ્ય સામુદ્રિક ઑર્કિડ

પ્રશ્ન 102.
આકડામાંથી ઉત્પન્ન થતું કર્યું રસાયણ ચરતા પશુ માટે હાનિકારક છે ? [ઓગસ્ટ – 2020]
(A) ક્વિનાઈન
(B) સ્ટ્રીકનાઈન
(C) ગ્લાઈકોસાઈડ
(D) કેફીન
ઉત્તર:
(C) ગ્લાઈકોસાઈડ

પ્રશ્ન 103.
નીચેનામાંથી કઈ આંતરજાતીય આંતરક્રિયા (+, 0) વડે દર્શાવી શકાય છે ? [GUJCET – 2020]
(A) પ્રતિજીવન
(B) સહપરોપકારિતા
(C) સહભોજીતા
(D) સ્પર્ધા
ઉત્તર:
(C) સહભોજીતા

પ્રશ્ન 104.
વિહુસ્ટ-પર્લ વૃદ્ધિ નીચેનામાંથી કયા સમીકરણ દ્વારા વર્ણવી શકાય છે ? [GUJCET – 2020]
(A) dtd N = rN (KK−N)
(B) d Ndt = rN
(C) d Ndt = rN (K−NK)
(D) d Ndt = rN(K+NK)
ઉત્તર:
(C) d Ndt = rN (K−NK)

પ્રશ્ન 105.
દ્વિતીય ચયાપચયી પદાર્થો જેવાં કે, નિકોટીન, ટ્રીકનીન અને કેફીન વનસ્પતિ દ્વારા આના માટે ઉત્પન્ન થાય છે. [NEET – 2020].
(A) પોષક મૂલ્ય
(B) વૃદ્ધિ પ્રતિસાદ
(C) સંરક્ષણ ક્રિયા
(D) પ્રજનન પર અસર
ઉત્તર:
(C) સંરક્ષણ ક્રિયા

પ્રશ્ન 106.
નીચે પૈકી કયો વસતિનો ગુણ નથી? [NEET – 2020]
(A) જાતિ ગુણોત્તર
(B) જન્મદર
(C) મૃત્યુદર
(D) જાતિ આંતરક્રિયા
ઉત્તર:
(D) જાતિ આંતરક્રિયા

 

 

પ્રશ્ન 107.
નીચે આપેલ પિરામિડનો આકાર વસ્તીની કઈ વૃદ્ધિસ્થિતિ પ્રતિબિંબિત કરે છે ?
GSEB Std 12 Biology MCQ Chapter 13 સજીવો અને વસ્તી in Gujarati 3
(A) વધતી વસ્તી
(B) સ્થાયી વસ્તી
(C) ઘટતી વસ્તી
(D) વિરુદ્ધ વસ્તી
ઉત્તર:
(B) સ્થાયી વસ્તી

પ્રશ્ન 108.
નીચે આપેલ પિરામિડ વસ્તીની કઈ વૃદ્ધિસ્થિતિ પ્રતિબિંબિત કરે છે ?
GSEB Std 12 Biology MCQ Chapter 13 સજીવો અને વસ્તી in Gujarati 4
(A) વિસ્તારિત વસ્તી
(B) સ્થાયી વસ્તી
(C) ઘટતી વસ્તી
(D) વિરુદ્ધ વસ્તી
ઉત્તર:
(C) ઘટતી વસ્તી

પ્રશ્ન 109.
આકૃતિમાં દશવિલ (a) અને (b)ને ઓળખો :
GSEB Std 12 Biology MCQ Chapter 13 સજીવો અને વસ્તી in Gujarati 5
(A) (a) જન્મદર, (b) બહિસ્થળાંતરણ
(B) (a) બહિસ્થળાંતરણ (b) જન્મદર
(C) (a) જન્મદર, (b) સ્થળાંતરણ
(D) (a) સ્થળાંતરણ, (b) જન્મદર
ઉત્તર:
(A) (a) જન્મદર, (b) બહિસ્થળાંતરણ


Post a Comment

0 Comments

Menu Footer Widget

  • Home
  • About
  • Contact Us
Crafted with by TemplatesYard | Distributed by Blogger
close